પશ્ચિમ બંગાળના મિદનાપૂર જિલ્લાના ધૂલી જંગલ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા એન્ટી નક્સલ ઓપરેશનમાં આઠ માઓવાદીઓ ઠાર થયા હતા. આ ઓપરેશન કોબ્રા ફોર્સ અને રાજ્ય પોલીસે સાથે મળીને હાથ ધર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ ઓપરેશનમાં ઠાર મરાયેલા માઓવાદીઓમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.