Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Latest News >> National
 

ગરીબોને ઘઉં વહેંચણી માટે મંત્રીજી વિચાર કરશે

 
Source: Agency, New Delhi   |   Last Updated 3:36 PM [IST](02/09/2010)
 
 
 
 
 
સરકારના ભંડારમાં સડી રહેલા અનાજને ગરીબોને વહેંચવાના સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન કરવાની રીત સંદર્ભે દિલ્હીમાં આજે મંત્રી સમૂહ (ઈજીઓએમ) ની બેઠક થવાની છે. આ બેઠકમાં સુપ્રિમ કોર્ટના આદેશને લાગુ કરવાની પદ્ધતિ પર વિચાર થશે.

બુધવારે મુંબઈમાં કાર્યક્રમમાં નાણાંમંત્રી પ્રણવ મુખર્જીએ જાણકારી આપી હતી કે ગુરુવારે સડી રહેલા અનાજને વહેંચવા સંદર્ભેના આદેશ પર દિલ્હીમાં મંત્રી સમૂહની બેઠક થશે.

ખાદ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈજીઓએમની બેઠકમાં 12 ઓગસ્ટે સડી રહેલા અનાજ સંદર્ભે આવેલા સુપ્રિમ કોર્ટના આદેશ પર વિચાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટે પોતાના આદેશમાં કેન્દ્ર સરકારને કહ્યું હતું કે ભારતીય ખાદ્ય નિગમે ભંડારોમાં સડી રહેલા અનાજને ગરીબોમાં મફત વહેંચી દેવામાં આવે.

નાણાંમંત્રી પ્રણવ મુખર્જીની અધ્યક્ષતામાં ઈજીઓએમ અનાજને મફત વહેંચવાના ઉપાય શોધવા માટેનો વિચાર થશે. આ પહેલા સુપ્રિમ કોર્ટે મંગળવારે સ્પષ્ટ કર્યું હતું કે તેમણે કેન્દ્ર સરકારને અનાજ વહેંચવા સંદર્ભે સલાહ નહીં, પણ સ્પષ્ટ આદેશ આપ્યો હતો. સુપ્રિમ કોર્ટે આ આદેશને કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવારે સલાહ બતાવી કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટની દરેક સલાહ માનવી સંભવ નથી.








 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.