Advertisement
Home >> National News >> In Depth >> Egg Donation Becomes Business For Some Girls

વધુ કમાણી કરવા માટે હાઈ-પ્રોફાઈલ છોકરીઓ પસંદ કરે છે આ કામ

divyabhaskar.com | Jul 13, 2012, 16:00PM IST
 
 

-ત્રણ પ્રકારની યુવતિઓ થાય છે સામેલ
-વીર્યદાન અને અંડદાનમાં છે ફેર


ફિલ્મ 'વીકી ડોનર' પછી દેશમાં મુક્ત રીતે સ્પર્મ ડોનેશનની ચર્ચા થવા લાગી છે. ફિલ્મમાં વીકી સ્પર્મનું દાન નથી કરતો, પરંતુ તેને આવક માટેનું સાધન બનાવે છે. તે 'સ્પર્મ ડોનેશન'ને વ્યવસાય બનાવી દે છે. ફિલ્મની રજૂઆત બાદ સ્પર્મ ડોનેશન અંગે ખૂબ ચર્ચા થવાં લાગી હતી. જો કે, એવું નથી કે, માત્ર છોકરાઓ જ વીર્ય દ્વારા રૂપિયા બનાવે છે. છોકરીઓ પણ અંડદાન દ્વારા રૂપિયા બનાવે છે.

ત્રણ પ્રકારની યુવતિઓ

ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન માટે છોકરીઓ પણ તેમનાં અંડ કે સ્ત્રીબીજનું દાન કરે છે. છોકરીઓને 25 હજારથી માંડીને રૂ. એક લાખ સુધીની કિંમત મળે છે. મુખ્યત્વે ત્રણ પ્રકારની યુવતિઓ અંડદાન કરતી હોય છે. પ્રથમ વર્ગ એવી સ્ત્રીઓનો છે, જે માતા બની ગઈ છે અને નાણાં મેળવવાં માટે અંડદાન કરે છે. બીજો વર્ગ એવી યુવતિઓનો છે, જે આઈવીએફ ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં પહોંચી હોય છે. ત્યારે યુવતિનાં અંડની ગુણવત્તા જોઈને ડૉક્ટરો જ તેને અંડદાન કરવાં માટે પ્રેરણા આપે છે. બદલાંમાં તેમનો આઈવીએફનો ખર્ચ માફ થઈ જાય છે. ત્રીજો વર્ગ ભણેલી-ગણેલી હાઈ-પ્રોફાઈલ છોકરીઓનો છે. જે વધારાનો ખર્ચ કાઢવાં માટે અંડદાનનો માર્ગ અપનાવે છે. તેઓ વીકીની જેમ જ બિન્દાસ હોય છે. મોટાંભાગે તેમની ઉંમર 20-22 વર્ષની વચ્ચે હોય છે.

અંડદાન અને વીર્યદાનની વચ્ચેનો ફેર

વીર્યદાનની સરખામણીમાં અંડદાનની પ્રક્રિયા લાંબી હોય છે. આ માટે 12 થી 14 દિવસનો સમય લાગે છે. એગ ડોનેશન બેન્ક દ્વારા યોગ્ય છોકરી પસંદ કરવામાં આવે છે. લગભગ આઠ થી દસ દિવસ સુધી તેને હોર્મોનનાં ઈન્જેક્શન આપીને, માતા બનવા માંગતી મહિલાના માસિક ચક્ર સાથે તાલમેલ બેસાડવામાં આવે છે.

આ પ્રક્રિયા દરમિયાન એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે છે કે, 10-12 સ્ત્રી બીજ તૈયાર થાય. ત્યારબાદ કોઈપણ જાતનાં ઓપરેશન વગર સ્ત્રીબીજને બહાર કાઢવામાં આવે છે. ત્યારબાદ શુક્રાણુઓ સાથે તેનું મિલન કરાવવામાં આવે છે. બે દિવસ બાદ, માતૃત્વ ઈચ્છતી મહિલાનાં ગર્ભમાં વિકાસ માટે મુકવામાં આવે છે. આ પ્રક્રિયાનાં બાર દિવસની અંદર મહિલાને ગર્ભ રહેશે તેવું સુનિશ્ચિત થઈ જાય છે. વીર્યદાનની જેમ જ અંડદાન કરનારી યુવતિની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે.

તમારો મત

સંબંધિત સમાચાર તમારા સ્ક્રીનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં વાંચી શકો છો. સમાચાર અંગે તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવી ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.




 

Your Opinion
 
 
Code:
5 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment