ગણતંત્ર દિવસની આથી મોટી મજાક બીજી કોઈ ન હોય શકે. મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના સરકારી આયોજનમાં નગર નિગમની જે ઝાંખીએ ઈનામ જીત્યું તેમાં આઠ વર્ષીય બાળક ખુલ્લામાં ફૂવારાની નીચે અડધા કલાકથી પણ વધુ સમય માટે ઊભો રહ્યો. માત્ર નિકરમાં ઠંડીથી ધ્રૂજતા બાળકને જોઈને ગરમ કપડા પહેરીને હસતા સાહેબ લોકો તાળીઓ પાડી રહ્યાં હતા. દેવાસના કલેક્ટર પણ તેમાં સામેલ હતા.
-ગણમાન્ય લોકો ખુદ આ ફૂવારા નીચે ઊભા રહીને દેશની ગણતંત્ર દિવસની ઊજવણી કરવાની પસંદ કરી હોત ?
-મૂર્ખામી ભરેલા આઈડિયાને ઈનામથી નવાજવામાં આવ્યો
-પોતાની ભૂલોના દોષનો ટોપલો બાળકીઓ પર ઢોળે
-લેઉવા પટેલ સમાજમાં છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર 750નો છે
-પૂર્વ સાંસદ પણ હતા હાજર
બાળકની તકલીફ જોઈને જો કોઈએ વિરોધ ન કર્યો હોત તો કોણ જાણે કેટલી વાર સુધી નગર નિગમના પાણી વિભાગની અદ્દભૂત ક્ષમતાના નિદર્શન માટે એક બાળકે તેર ડીગ્રી તાપમાનમાં ઠૂંઠવાતું રહેવું પડ્યું હોત. ગણતંત્ર દિવસના નિમન્ન મજાક અને સંવેદનહિનતાના ઉદાહરણ પર હજૂ સુધી કોઈને જવાબદાર ઠેરવવામાં નથી આવ્યા અને કોઈની જવાબદારી પણ નક્કી નથી થઈ. ત્યારે સ્વાભાવિક છે કે, મૂળતઃઆપણા બધાની સાથે જ કંઈક ખોટું છે.
સમાચારથી જ સ્પષ્ટ છે કે, દેવાસના મેયર મેડમે આ બનાવ સાથે પોતાને લેવા-દેવા ન હોવાનું જાહેર કરી ચૂક્યા છે. કોઈએ વિચાર્યું નહીં ? કોઈને ગુસ્સો ન આવ્યો ? દયા પણ ન આવી. બીજું તો ઠીક આવા મૂર્ખામી ભરેલા આઈડિયાને ઈનામથી નવાજવામાં આવ્યો હતો. કલેક્ટર,મેયર અને ઈનામ આપનારા ગમાન્ય લોકો ખુદ આ સાવર નીચે ઊભા રહીને દેશની ગણતંત્ર દિવસની ઊજવણી કરવાની પસંદ કરી હોત ? શું તેમણે પોતાના બાળકો પાસે આવું કરાવ્યું હોત ? આવી રીતે જ તાળીઓ પાડી હોત, જેવી આ પ્રસંગે પાડી હતી ? શું આપણું તંત્ર આપણી પ્રજાની આવી ભયાનક અને ઈનામી ઝાંખી કાઢશે ? શું શરમ નામની કોઈ ચીજ સરકારમાં રહી છે ?
જો હોત તો અત્યાર સુધીમાં તમાશાની મજા લેનારા અધિકારીઓ અને નેતા આઠ વર્ષીય બાળકની જાહેરમાં માફી માંગી ચૂક્યા હોત. બાળકો ક્યારેય કોઈનું અહિત ઈચ્છતા નથી અને કોઈપણ શિષ્ટ સમાજની સંરચના એ વાત પર આધારિત હોય છે કે, તેઓ પોતાના બાળકો સાથે કેવો વ્યવહાર કરે છે.
અન્ય એક ઉદાહરણ ગુજરાતના અમરેલીની છે.જ્યાં એક પૂર્વ સાંસદની હાજરીમાં બે વર્ષીય જય અને જીયાની સગાઈ કરાવી દેવામાં આવી હતી. સાંસદની ચિંતા છે કે, લેઉવા પટેલ સમાજમાં છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર ખૂબ ઓછો (750) છે. તેઓ બે વર્ષના બાળક છે- એક વાત એ પણ છે કે, જયની માતાએ જયાની ફોઈ પણ છે. આમ તો અનેક ધર્મો અને ઉપજ્ઞાતિઓમાં આ પ્રકારના લગ્નનું ચલણ છે. પરંતુ, લેઉવા પટેલ સમાજના મોભીઓ બે વર્ષની બાળકી ઉપર એ ગુણોત્તર ઠીક ન હોવાનો દોષનો ટોપલો ઢોળી રહ્યાં છે, જેના માટે તેઓ બધા જવાબદાર છે. એક પુરૂષ પ્રધાન સમાજ પહેલા તો દિકરીઓ ઈચ્છતો નથી. પછી પોતાની ભૂલોના દોષનો ટોપલો બાળકીઓ પર ઢોળે છે. તે બધું સમાજની ઉન્નતીના નામ પર થાય છે.
જેમ હરિયાણામાં ઓનર કિલિંગ અંગે રાજકીય હસ્તીઓમાં મૌન પ્રવર્તે છે, તેવું કદાચ અમરેલીમાં પણ થશે. જીયા જ્યારે મોટી થશે અને જય સાથે તેની સગાઈ લગ્નમાં પરિવર્તિત થશે, ત્યારે શું તેણી બાળકી પેદા કરવા ઈચ્છશે ? એ દિકરી જેનું બાળપણ અને આઝાદી ઝૂંટવીને નિયતી અને નસિબ માત્ર બે વર્ષની ઉંમરે નક્કી કરી દેવામાં આવશે.
બે વર્ષીય બાળકી જાણતી પણ નહીં હોય કે તેમની સગાઈ થઈ ગઈ છે અને જ્યારે જાણશે તો શું તે એક સામાન્ય જીવન જીવી શકશે ? શું તેણી પણ એ છ કરોડ લોકોમાં સામેલ થશે જેમને તેમના ગુજરાત પર ગર્વ છે. ખબર નહીં લેઉવા પટેલ સમાજ કઈ પરંપરા, કઈ મજબુરી અને કયા બહાના હેઠળ આ મજાકને ગંભીરતાથી લેવાનો છે. જે સમાજ તેમના બે વર્ષીય બાળકોને અન્યાયથી બચાવી નથી શકતો તે ખબર નહીં ખુશી અને ઉન્નતી કેવી રીતે હાંસલ કરી શકશે.
(લેખક ભાસ્કર જૂથના ડિજિટલ એડીટર છે)
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.