-ખુરશીદ પર આચારસંહિતા ભંગ કરવાનો આરોપ -કાયદામંત્રીની ભાષા અને તેનું વલણ ચૂંટણીપંચ વતી ઉપેક્ષા યુક્ત -ખુરશીદના આ નિવેદન પછી તેમને ઉ.પ્ર.માં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવો જોઈએ
ચૂંટણીપંચે કાયદામંત્રી સલમાન ખુરશીદ વિરુદ્ધ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સમક્ષ ફરિયાદ કરી છે. ખુરશીદ પર આચારસંહિતા ભંગ કરવાનો આરોપ છે. ખુરશીદે શુક્રવારે જણાવ્યું હતું કે પંચ ભલે મને ફાંસીએ ચડાવી દે, પરંતુ હું મુસ્લિમોને તેમનો હક અપાવીને જ રહીશ. રાષ્ટ્રપતિએ શનિવારે સાંજે ફરિયાદની નકલ મનમોહનસિંઘને મોકલી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
ચૂંટણીપંચે કોઈ રાજ્યની ચૂંટણી દરમિયાન કેન્દ્રીયમંત્રી અંગે રાષ્ટ્રપતિને ફરિયાદ કરી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. આ મામલે ભાજપ, વરિષ્ઠ વકીલો અને ભૂતપૂર્વ ચૂંટણી અધિકારીઓએ પંચ સમક્ષ પત્ર અંગે સવાલ ઉઠાવ્યો છે. વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીએ કહ્યું હતું કે કાયદાનું ઉલ્લંઘન અને ગુનો છે. ખુરશીદ વિરુદ્ધ ર્કોટમાં ફરિયાદ કરવી જોઈએ. આમ પણ રાષ્ટ્રપતિ પાસે કોઈ અધિકાર નથી હોતા. આવું નિવેદન હવે ન કરે.ભાજપના પ્રવક્તા મુક્તાર અબ્બાસના નકવીએ કહ્યું છે કે, અમારી માગણી છે કે ખુરશીદના આ નિવેદન પછી તેમને ઉ.પ્ર.માં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવો જોઈએ.
કુરેશીના પત્રમાં શું છે?કાયદામંત્રીની ભાષા અને તેનું વલણ ચૂંટણીપંચ વતી ઉપેક્ષા યુક્ત લાગે છે. પંચને એ વાતનું આશ્ચર્ય છે કે તમામ રાજકીય પક્ષોની સંમતિ અને સુપ્રીમ ર્કોટની માર્ગ રેખા અનુસાર બનેલી આદર્શ આચારસંહિતાનું પાલન કરાવવાના બદલે કાયદામંત્રી તેનું અપમાન કરી રહ્યા છે. જે કાયદામંત્રીએ ચૂંટણીપંચને મજબૂત ટેકો આપવો જોઇએ તે જ તેને નબળું બનાવી રહ્યા છે.