રાયપુરથી રવાના થયેલી લિંક એક્સપ્રેસ ટ્રેન મંદિર હસૌદ પાસે સેરીખેડી વિસ્તારમાં આવેલા ક્રોસિંગ પર ફસાયેલા સિમેન્ટ મિક્સર ટ્રક સાથે ટકરાઇ. ટ્રેનચાલકની સતર્કતાથી યાત્રીઓના જીવ બચી ગયા, સમયસર એન્જિન ન રોકાયું હોત તો ટ્રેન ઓવરબ્રિજ સાથે ટકરાઇ હોત. માર્ગ ૮ વોલ્ટેયર માર્ગ આશરે આઠ કલાક સુધી ઠપ.
મંદિરહસૌદના સેરીખેડી વિસ્તારમાં શનિવારે રાત્રે ૯-૨૦ વાગે સર્જાયેલી ટ્રેન દુર્ઘટનામાં ડ્રાઇવર એસએસ બાર્ગડેની સતર્કતાથી લિંક એક્સપ્રેસમાં યાત્રા કરી રહેલાં સેંકડો યાત્રીઓના જીવ બચી ગયા છે. રાયપુરથી રવાના થયેલી લિંક એક્સપ્રેસ ટ્રેન રેલવે ઓવરબ્રિજની નીચે પાટા પર ફસાયેલા સિમેન્ટ મિક્સર પ્લાન્ટ સાથે ટકરાઇ હતી.
બાર્ગડેએ ફસાયેલા મિક્સરને જોઇને જ હોર્ન વગાડવાનું શરૂ કર્યું હતું. નજીક આવ્યા સુધીમાં વાહન ન હટતાં ટ્રેનના ડ્રાઇવરે તાકીદે ઇમર્જન્સી બ્રેક મારી હતી. ૯૦ કિલોમીટર પ્રતિકલાકની ગતિએ દોડી રહેલી લિંક એક્સપ્રેસ ટ્રેન રોકાતા-રોકાતા પણ મિક્સર વાહન સાથે અથડાઇ હતી. એન્જિન ડ્રાઇવર સતર્ક ન હોત તો આખી ટ્રેન પાટા પરથી ખડી પડી ગઇ હોત. ટ્રેન મિક્સર વાહન સાથે જોરદાર રીતે ટકરાતાં વાહનના બે ટુકડા થઇ ગયા હતા. ડંપર ચાલક ટ્રેનને આવતી જોઇને વાહન છોડીને ભાગી ગયો હતો.
દુર્ઘટના કેવી રીતે સર્જાઇ?
મંદિરહસૌદના સેરીખેડીમાં રેલવેલાઇન પર ઓવરબ્રિજ બનેલો છે. નીચે પહેલાં સડક હતી. આ સડક રેલવેએ બંધ કરી દીધી છે. સમય-અંતર બચાવવા માટે આસપાસ દોડતા ડંપર અને ટ્રકો કાચા માર્ગનો ઉપયોગ કરીને રેલવે પાટા પાર કરે છે. શનિવારે પણ એવું જ થયું હતું. ત્યાંથી પસાર થઇ રહેલું મિક્સર ડંપર ખાડામાં ફસાઇ ગયું. દરમિયાનમાં પૂરપાટ આવી રહેલી લિંક એક્સપ્રેસ ટ્રેન ટકરાઇ હતી.
તેજગતિએ રાહત-બચાવ કાર્ય
રાયપુર રેલવે સ્ટેશનથી મોકલવામાં આવેલું એક એન્જિન લિંક એક્સપ્રેસની બોગીઓને ખેંચીને પાછી સ્ટેશનમાં લાવ્યું. તે પછી ક્ષતિગ્રસ્ત રેલ એન્જિનના પૈડાઓને હાઇડ્રોલિક જેકની મદદથી પાછા ટ્રેક પર લાવવામાં આવ્યાં.એન્જિનને ખેંચીને પાછું સ્ટેશન પર લવાયું.
માલગાડીઓ અટકી
અકસ્માત બાદ રેલવ્યવહાર જામ થઇ ગયો હતો. આઠ કલાક સુધી ગાડીઓ પસાર થઇ ન શકી. રેલવે અધિકારીઓના મતાનુસાર પાંચથી વધુ માલગાડીને રાયપુરથી સંબલપુર વચ્ચે અલગ સ્થળોએ અટકાવી રાખી હતી.
વોલ્ટેયર લાઇન આઠ કલાક ઠપ
-દોઢ કલાક બાદ બીજા એન્જિન મારફતે બોગિયો પાછી રાયપુર સ્ટેશન લવાઇ
-પાંચ કલાક બાદ ક્ષતિગ્રસ્ત રેલવે એન્જિન પાટા પર ચઢાવીને મંહિરહસૌદા લવાયું
- બીજીવાર ટ્રેક સુધારી લાઇન કલીયર કરવામાં આઠ કલાક લાગ્યા
- કેટલીય માલગાડીઓને અસર
અકસ્માતની તપાસનો આદેશ
-અકસ્માતથી કોઇ જાનહાનિ થઇ નથી, અકસ્માતની તપાસનો આદેશ અપાયો છે.-પ્રભાષકુમાર, એડીઆરએમ રેલવે રાયપુર મંડલ