લોકાયુક્ત પોલીસે સસ્પેન્ડ કરવામાં આવેલા ડોક્ટર દંપતીના નિવાસે પાડેલા દરોડા દરમિયાન બન્નેની ૩૫ કરોડ રૂપિયાની સંપત્તિના દસ્તાવેજો મળ્યા હોવાની લોકાયુક્ત એસપી અરુણ મિશ્રાએ શુક્રવારે માહિતી આપી છે.
મિશ્રાએ જણાવ્યું કે, ડૉ.વિનોદ લહરી અને તેમની ડોક્ટર પત્ની વિદ્યા લહરીના ઉજજૈન તેમ જ નાગદા સ્થિત નિવાસે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન રૂપિયા ૩૫ કરોડની સંપત્તિની માહિતી મળી છે. બન્ને બે વર્ષથી સસ્પેન્ડ છે અને ઉજજૈનના જોઇન્ટ ડાયરેક્ટર કાર્યાલયમાં નિયુક્ત છે.
લોકાયુક્ત સૂત્રોએ તેમની સંપત્તિની કિંમત આશરે ૩૫ કરોડ રૂપિયા બતાવી છે. બન્ને ૨૨ વર્ષથી સેવામાં છે. તેમને અત્યાર સુધીમાં વેતનરૂપે ૮૦ લાખ રૂપિયા મળ્યા છે.
કઇ કઇ સંપત્તિ મળી
સ્થળ........સંપત્તિ
ઇંદોર.......બે મકાન
નાગદા......બે મકાન, નર્સિંગ હોમ
ઉજૈન.......૪ લાખ રોકડા, બે મકાન, ૧૫૦ વિઘા જમીન, બે ફાર્મ હાઉસ, એક વેર હાઉસ, બે પ્લોટ, ફેકટરી
દેવાસ.......પેટ્રોલ પંપ
વાહનો......૩ લકઝરી કાર, બે ટુ વ્હીલર
ઘરમાં નોટ ગણવાની મશીન
લહેરી દંપતીને એટલી ઇન્કમ થાય છે કે હાથે નોટ ગણી શકતા નથી તેથી ઘરમાં નોટ ગણવાની મશીન રાખી છે. આ મશીન અંગે કારણ પુછયું તેમણે જવાબ આપ્યો નહિં.
મહેલ જોઇ લોકાયુક્તની ટીમ ચોંકી ઉઠી
લોકાયુકતની બીજી ટુકડી જ્યારે નાગદામાં ડૉ. લહેરીના હોસ્પિટલ રોડ સ્થિત મકાનની તપાસ માટે પહોંચી તો મહેલ જેવું મકાન જોઇ ચોંકી ઉઠી હતી.