રતલામના માણેક ચોક સ્થિત શ્રી મહાલક્ષ્મી મંદિરમાં લોકોએ પોતાની તિજોરી લાવવાનું શરૂ કરી દીધું છે. અહિ બિરાજમાન મહામાયા શ્રી લક્ષ્મી ધનતેરસ નિમિત્તે અહિ ચડાવાતા કરોડોના ચઢાવાને કુબેરના ખજાના સ્વરૂપે લાવીને પ્રગટ થાય છે.
દીપાવલી નિમિત્તે લક્ષ્મીનો ખજાનો ભરવાની પરંપરા હેઠળ હીરા ઝવેરાત, સોના-ચાંદી, નોટોની થોકડીઓ અહિ ચઢાવાય છે. લક્ષ્મીના શૃંગારની આ પરંપરા ૫૦ વર્ષથી પણ જૂની છે.કોઇ હિસાબ રખાતો નથી.
પરંતુ એક રૂપિયો પણ આઘો પાછો થયો હોય એવું અહિ નોંધાયું નથી. અદ્ભુત વિશ્વાસ હેઠળ આ ખજાનો પાંચ દિવસ સુધી લક્ષ્મીના દરબારની શોભા વધારે છે. પં. સંજય પૂજારીના જણાવ્યા અનુસાર એવી માન્યતા છે કે આ ખજાનામાં પોતાનું ધન મૂકે છે તેને લક્ષ્મીજી બમણું કરી આપે છે. લક્ષ્મીજીનો ખજાનો ૨૪ ઓક્ટોબરે સવારે ૬ વાગે ખૂલશે અને ૨૮ ઓક્ટોબરે બંધ થશે.