ભાસ્કર જુથના ગુજરાતી અખબાર ‘દિવ્ય ભાસ્કર’ને સતત બીજા વર્ષે શ્રેષ્ઠ પ્રિન્ટિંગ માટેનો ૨૦૧૦નો પ્રિન્ટવીક ઈન્ડિયા એવોર્ડ એનાયત કરાયો છે.
૯૧ પ્રિન્ટ કંપનીઓની ૨૪૭ એન્ટ્રીમાંથી પ્રિન્ટવીક ઈન્ડિયા એવોર્ડ્સ માટે ‘દિવ્ય ભાસ્કર’ની પસંદગી કરવામાં આવી હતી. મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલ ખાતે ૨૬ ઓગસ્ટે યોજાયેલા એવોર્ડ સમારંભમાં દિવ્ય ભાસ્કરના પ્લાન્ટ હેડ પ્રસાદા નાયકને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
૨૦૦૯માં જાહેર કરાયેલો સૌપ્રથમ એવોર્ડ પણ ‘દિવ્ય ભાસ્કર’ને જ મળ્યો હતો. પ્રિન્ટિંગ ક્ષેત્રે શ્રેષ્ઠતા માટેનો આ એવોર્ડ મહત્વનું માપદંડ છે. આ એવોર્ડ માટેની જયૂરીમાં કોર્પોરેટ જગત અને પ્રિન્ટ ક્ષેત્રના દિગ્ગજો ૨૮ જુલાઈએ મળ્યા હતા અને પસંદગી કરી હતી.