જો કે, લોકપાલની માંગણી પર અણનમ રહેલા ટીમ અણ્ણા પર ચોમેરથી હુમલા ચાલુ જ છે. કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે ટ્વિટ કર્યું છે કે, આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર દ્વારા તાજેતરમાં આપવામાં આવેલું નિવેદન સરકારની તરફેણમાં જ છે. દિગ્વિજય સિંહે ઉમેર્યું કે, "પ્લાન એ હેઠળ બાબા રામદેવ, પ્લાન બી હેઠળ અણ્ણા હજારે અને હવે પ્લાન સી હેઠળ શ્રી શ્રી રવિશંકર ટૂંક સમયમાં તેમનું આંદોલન શરૂ કરશે."
- A ફોર રામદેવ, B ફોર અણ્ણા હવે C ફોર શ્રી શ્રી: દિગ્વિજય
- અણ્ણાને ઘૂંટણમાં તકલીફ
- તબિયત સુધરે નહીં ત્યાર સુધી જાળવશે મૌન
દિગ્વિજય સિંહે ટ્વિટ કર્યા બાદ પત્રકાર પરિષદમાં ખુલાસો કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ત્રણ પ્લાન બનાવાયા હતા. પહેલા પ્લાનમાં બાબા રામદેવનું આંદોલન આગળ ધપાવવામાં આવ્યું હતું. બીજા પ્લાનમાં અણ્ણા હજારેનું, જે હવે જોખમમાં પડતા શ્રી શ્રી રવિશંકરને આગળ કરવામાં આવી રહ્યાં છે.
અણ્ણા રાખશે મૌન
ભ્રષ્ટાચાર વિરૂદ્ધ આંદોલન છેડનારા અણ્ણા હજારે હાલમાં તેમનું મૌનવ્રત નથી તોડવાના. તેમણે તાજેતરમાં બહાર પાડેલા બ્લોગમાં આ માહિતી આપી હતી. અણ્ણાએ લખ્યું હતું કે, મારા પગમાં હજૂ પણ સોજાં છે અને ઘૂંટણમાં તકલીફ થઈ રહી છે. મારી તબિયત મને મૌનવ્રત ખોલવાની મંજૂરી નથી આપતી.
અણ્ણાએ લખ્યું છે કે, '' મૌનવ્રતથી મારા શરીરને ખૂબ આરામ મળે છે. લોકોની વચ્ચે વધુ પડતી વાતચીતથી નબળો પડીગ યો છું. આથી, મેં મારી તબિયતને ધ્યાનમાં રાખતા મૌનવ્રત રાખવાનો નિર્ણય લીધો છે.
દિગ્વિજયસિંહનું લક્ષ્ય કોંગ્રેસને બરબાદ કરવાનું : ભાજપ
શ્રી શ્રી રવિશંકરને સાંકળીને દિગ્વિજય સિંહ દ્વારા ભાજપ પર આરોપ મુકવામાં આવી રહ્યાં છે. જેના જવાબમાં ભાજપે કહ્યું હતું કે, દિગ્વિજય સિંહનું એક જ લક્ષ્યાંક છે, કોંગ્રેસને બરબાદ કરવાનું અને તે કામ તેઓ સુપેરે બજાવી રહ્યાં છે, તે વાતની અમને ખુશી છે અને અમે તેમને અભિનંદન આપીએ છીએ.
તમારો મત
શું તમને લાગે છે કે, ટીમ અણ્ણાને બદનામ કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે ? શું લોકોનું ધ્યાન ભ્રષ્ટાચાર પરથી હટાવવા માટે ટીમ અણ્ણા પર આરોપો મુકવામાં આવી રહ્યાં છે ? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.