નક્સલ મુદ્દાને ઉકેલવા માટેની રીત-ભાતને લઈને ગૃહ મંત્રી પી. ચિદમ્બરમને નિશાન બનાવ્યા બાદ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે હવે હથિયાર કાયદામાં સંશોધન માટે ચિદમ્બરમના મંત્રાલય પર એટલે કે ગૃહ મંત્રાલય પર એ કહેતા વાર કર્યો છે કે પ્રસ્તાવિત સંશોધન હથિયાર રાખવાના નાગરીકોના અધિકારોને નજરઅંદાજ કરે છે.
ભારતીય હથિયાર અધિકાર એસોસિએશનના મુખ્ય સંરક્ષક સિંહના નેતૃત્વમાં બુધવારે કોંગ્રેસ, ભાજપ અને સમાજવાદી પાર્ટીના સાંસદોના એક પ્રતિનિધિ મંડળે આ સંદર્ભે વડાપ્રધાન મનમોહન સિંહ સાથે મુલાકાત કરીને એક આવેદન પત્ર પણ સોંપ્યું છે.
પ્રતિનિધિ મંડળમાં ભાજપના જસવંત સિંહ, એસ.એસ.આહલૂવાલિયા અને શાહનવાઝ હુસૈન, સમાજવાદી પાર્ટીના બ્રજભૂષણ શરણ સિંહ, કોંગ્રેસના નવીન જિન્દલ, અનિલ લાડ, સંજય સિંહ, ફ્રાંસિસ્કો સરદિન્હા, મનીષ તિવારી અને રાકેશ સિંહ સામેલ હતા.
વડાપ્રધાનને આપેલા આવેદન પત્રમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ પુષ્ટિ ફરજિયાત બનાવાના અને ડેટાબેસ તૈયાર કરવાના ઉદેશ્યથી સંશોધન લાવવાની આડમાં ગૃહ મંત્રાલયે ગુપચુપ ઢંગથી કાયદાના કેટલાંક અન્ય મહત્વપૂર્ણ પાસાને બદલી નાખ્યા છે, જેના કારણે હથિયાર રાખવાના દેશના દરેક નાગરીકના અધિકારની ઉપેક્ષા થશે.
આવેદન પત્રમાં કહેવામાં આવ્યું છે કે નવી નીતિ દ્વારા મંત્રાલયે કાયદો બદલી નાખ્યો છે અને સંસદની મંજૂરી કે નિયમ-કાયદાનું પાલન કર્યા વગર તેને લાગુ કરવામાં આવ્યો છે.
આવેદન પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે નવી હથિયાર નીતિના આધાર એ પ્રકારે ઘોટી ધારણા પર છે કે હથિયારોનો પ્રસાર, ચાહે તે પરવાનાથી હોય કે ગેરકાયદેસર, કાયદો વ્યવસ્થાની સ્થિતિને ખરાબ કરે છે. આવેદન પત્રમાં કહેવામાં આવ્યું છે કે એ વાત સ્પષ્ટ નથી કે મંત્રાલય આ પરિણામ પર કેવી રીતે પહોંચ્યું છે.