- ઉત્તર પ્રદેશમાં ભાજપ પાસે કોઇ નેતા ન હોવાનો લગાવ્યો આરોપ
- દિગ્વિજયસિંહે કહ્યું ભાજપ મધ્યપ્રદેશમાંથી નેતાઓની આયાત કરે છે
- ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતિ મળશે તેવો કર્યો દાવો
- દિગ્વિજયના નિશાના પર ઉમા ભારતી
કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજયસિંહે કહ્યું છે કે તેમનો પક્ષ ઉત્તરપ્રદેશમાં મોદીના ચૂંટણી પ્રચારને ધ્યાનમાં નથી લેતો સાથે જ તેણે ભાજપ પર યુપીમાં ચૂંટણી પ્રચારને એક જ તરફ વાળવાનો આરોપ લગાવતાં એમ પણ જણાવ્યું કે ઉમા ભારતીને મેદાનમાં ઉતારવાનો ભાજપનો નિર્ણય તેની નાદારી દર્શાવે છે.
બાટલા હાઉસ એન્કાઉન્ટર અને મુસ્લિમોને અનામતનો મુદ્દો ઉઠાવી પોતે ચૂંટણી પ્રચારને ધાર્મિક રંગ આપી રહ્યા હોવાના આરોપો અંગે તેણે ઇન્કાર કર્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં દિગ્વિજયે કહ્યું કે "ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર કરે તેને અમારો પક્ષ ધ્યાનમાં નથી લેતો."
- ઉમા ભારતી પર નિશાન
ઉમા ભારતી અંગે દિગ્વિજયે કહ્યું કે "ઉમા ભારતીને ચૂંટણીના મેદાનમાં ઉતારવાનો નિર્યણ એ જ દર્શાવે છે કે યુપીમાં ભાજપ પાસે કોઇ નેતાઓ જ નથી એટલે જ તેણે મધ્યપ્રદેશમાંથી નેતાઓની આયાત કરવી પડી છે પરંતુ અમે તેને ગંભીરતાથી નથી લેતા."
દિગ્વિજયે દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી રહેશે.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.