- દિગ્ગીએ ટ્વિટ કરી અણ્ણાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી
કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહે સામાજિક કાર્યકર અણ્ણા હજારેની માફી માંગી છે. ટ્વિટર પર ટ્વિટ કરતાં દિગ્વિજયે લખ્યું કે "હું અણ્ણાને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. જો અણ્ણાને ઠેસ પહોંચી હોય તો હું ખેદ વ્યક્ત કરૂં છું."
ટ્વિટર પર દિગ્ગીએ લખ્યું છે કે "જો મેં અણ્ણાને કોઇ પ્રકારનું દુ:ખ પહોંચાડ્યું હોય તો મને તે વાતનું દુ:ખ છે. આ વાત અંગે મને અફસોસ છે. અપેક્ષા છે કે અણ્ણા 2012માં પોતાની ટીમમાં બદલાવ કરશે. હું હંમેશા તેમનો પ્રશંસક રહ્યો છું."
બીજીતરફ આ અંગે અણ્ણાએ કશું નથી કહ્યું. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ દિગ્વિજયસિંહે અણ્ણાની ખરાબ તબિયતની મજાક ઉડાવતાં કહ્યું હતું કે "યમરાજે યમદૂતને કહ્યું કે જાઓ, અણ્ણાને લઇ આવો. યમદૂતે કહ્યું કે મહારાજ અહીંયા બધું ઠીક છે. તેમને લાવવાથી પરલોકપાલ બિલનું આંદોલન ચાલુ થઇ જશે."
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.