Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Bhaskar Gyan
 

હવે નાના ગામોમાં પહોંચી રહ્યું છે ડિજિટલ સિનેમા

 
Source: Bhaskar News Network, New Delhi   |   Last Updated 2:17 AM [IST](24/10/2011)
 
 
 
 
 

નાના નગરોમાં ડીસીઆઈ સિનેમાની સંખ્યા ૩૦૦થી વધી ૮૦૦ થશે યુએફઓ મૂવિઝ દેશમાં ૨૦૦ કરોડનું રોકાણ કરશે


ડિજિટલ સિનેમાનો ફેલાવો હવે નાના ગામો સુધી પહોંચી રહ્યો છે. ત્યાં પણ મલ્ટિપ્લેક્સ કલ્ચર પગપેસારો કરી રહ્યું છે. યુનાઈડેટ ફિલ્મ ઓર્ગેનાઈઝર્સ (યુએફઓ)એ બજારની બદલતી સ્થિતિને ધ્યાનમાં લઈ દેશમાં ડિજિટલ ફિલ્મ પ્રલાણી રજુ કરી છે.


હવે યુએફઓ મૂવિઝ સ્ક્રેબલ એન્ટરટેઈનમેન્ટની સાથે મળીને દેશમાં ડીસીઆઈ સિનેમાની સંખ્યા ૮૦૦ (સિંગલ સ્ક્રીન અને મલ્ટિપ્લેક્સ) કરવા માગે છે. આ માટે ૨૦૦ કરોડનું રોકાણ કરવામાં આવશે. ડીસીઆઈ (ડિજિટલ કેમેરા ઈનિશિયેટિવ) હોલિવૂડના છ મોટા સ્ટુડિયો દ્વારા સિનેમા માટે ધોરણો નક્કી કર્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે ૨૦૦૫માં ડીસીઆઈ સિનેમા સિસ્ટમનું રોકાણ ૫૦-૬૦ લાખ સુધી હતું. એ સ્થિતિમાં ૧૦થી ૫૦ રૂપિયાની ટિકિટથી રોકાણનું વળતર મળતું નહોતું. પરંતુ હવે સ્થિતિ સુધરી ગઈ છે.


શું છે ડિજિટલ સિનેમા?


ભારે રોલને બદલે ડિજિટલ ટેક્નિકથી ફિલ્મોનું વિતરણ અને પ્રદર્શન થાય છે. ફિલ્મો હાર્ડ ડ્રાઈવ, ઓપ્ટિકલ ડસ્કિ (જેમ કે ડીવીડી) અને સેટેલાઈટ મારફત ફિલ્મો દર્શાવવામાં આવે છે. ફિલ્મ દર્શાવવા માટે જુના પરંપરાગત પ્રોજેક્ટરને બદલે નવા ડિજિટલ પ્રોજેક્ટરનો ઉપયોગ થાય છે.


આ સિનેમા કેવી રીતે શરૂ થયાં?


સ્ટારવોર્સ સિરીઝના નિર્માતા જ્યોર્જ લુકાસને ડિજિટલ સિનેમાના જનક માનવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે ભવિષ્ય આ સિનેમાનું હશે. ૧૯૯૯માં પહેલી વખત સ્ટારવોર્સ એપિસોડ-૧ ધ ફેન્ટમ મિનેસ સાથે ડિજિટલ સિનેમા દર્શકોને જોવા મળ્યું. જોકે તે સમયે પૂરતી ગુણવત્તા નહોતી. લુકાસે ટેક્સાસ ઈન્સ્ટ´મેન્ટ, ટેકનિકલર કોડેક જેવી કંપનીઓના વીડિયો આધારિત ડિજિટલ સિનેમા સિસ્ટમ બનાવવા કહ્યું. ૨૦૦૨માં તેમની ફિલ્મ સ્ટારવોર્સ એપિસોડ-૨ સેકન્ડ એટેક ઓફ ધ કલૌંસ ડિજિટલ પ્રોજેક્ટર દ્વારા દર્શાવવામાં આવી હતી.


કેવી રીતે કામ કરે છે?


ડિજિટલ સિનેમા રેકોર્ડ, ટ્રાન્સમિટ અને ઈમેજને રપિ્લે કરવા માટે બિટ્સ અને બાઈટ (૧ અને ૦ની સ્ટિંગ)માં કામ કરે છે. સેલ્યુલોઈડ ફિલ્મોની જેમ આમાં કેમિકલ લગાવવામાં આવતું નથી.


આપણે ક્યાં છીએ?


અનુરાગ કશ્યપ, દિબાંકર બેનરજી જેવા નવા ફિલ્મ નિર્માતાઓ ડિજિટલ સિનેમા અપનાવી રહ્યા છે. છતાં સંપૂર્ણ ડિજિટલાઈઝેશનમાં હજુ ઘણી સમસ્યાઓ છે. આવી ફિલ્મો દર્શાવવા માટે પરંપરાગત થિયેટરોને ડિજિટિલ થિયેટરોમાં તબદીલ કરવાં પડશે. આ માટે દોઢ લાખ ડોલરના રોકાણની જરૂર છે. ત્યારપછી નવીનીકરણની પણ સમસ્યા છે.


લાભ આ છે


-વારંવાર જોવા છતાં અને ટ્રાન્સમશિન કરવા છતાં પ્રિન્ટને કોઈ નુકસાન થતું નથી.
-ફિલ્મોનું વિતરણ અને વિતરણ સરળ અને સસ્તું.
-૭૦-૮૦ કિલોની રીલોને લેબથી સિનેમાઘરો સુધી લઈ જવાની પળોજણમાંથી મુક્તિ.
-ડિજિટલ ફાઈલને હાર્ડડ્રાઈવથી બીજી ડ્રાઈવમાં સરળતાથી અને ઓછા ખર્ચે પરિવર્તિત કરી શકાય.
-આર્કલેમ્પની ઝંઝટ નહીં. તેથી વીજળીનું બિલ પણ ઓછું આવે.
-પ્રોજેક્ટરમાં ફિલ્મો લપેટવી પડતી હતી. લિસોટા પડી જતા હતા. એ લિસોટા પડદા પર પણ દેખાતા હતા.
-ડિજિટલ પ્રથાથી ફિલ્મો દર્શાવવાથી પરંપરાગત પ્રોજેક્ટરની સરખામણીમાં ૩૦ ટકા ઓછો ખર્ચ.


કેટલીક ખામી પણ છે


-મૂવી પ્રોજેક્ટર ઘણા દાયકા સુધી સુરક્ષિત રહે છે, પરંતુ ડિજિટલ ફિલ્મોને રેકોર્ડ કરનારી પ્રણાલી ત્રણ વર્ષથી વધારે સુરક્ષિત રહેતી નથી. -ડિજિટલ ફિલ્મ પ્રણાલીને સાચવવા માટેનો ખર્ચ મોટો આવે છે. સંપૂર્ણ પ્રલાણીની દેખભાળ રાખવા માટે અલગ આઈટી વિભાગ બનાવવાની જરૂર પડે છે.


ફિલ્મો કેવી રીતે પહોંચે?


સિનેમેનેજર સાધનની મદદથી સિનેમાઘરોને નેટવર્ક સાથે જોડે છે. થિયેટરોને વીસેટ લિંક દ્વારા ફિલ્મોને કોમ્પ્રેસ કરવામાં આવે છે. વિતરણ કંપની સિનેમાઘરોને કોડ નંબર આપે છે. કોડ નંબર આપવાથી ફિલ્મ ડાઉનલોડ કરી દેવામાં આવે છે.


ડિજિટલ જ કેમ?


ડિજિટલ પ્રિન્ટો પર બે લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. ૩૫ એમએમ પ્રિન્ટનો ખર્ચ ૬૦ હજાર રૂપિયા સુધી થઈ શકે. સામાન્ય એમએમ પ્રિન્ટ જેટલી વધારે બને તેટલો ખર્ચ પણ વધે. ડિજિટલ ટેક્નિકમાં આવું નથી થતું. તેથી હવે ફિલ્મ ૩૦૦૦ થી ૪૦૦૦ પ્રિન્ટ સાથે રિલીઝ થાય છે.


‘‘૧૯૭૦ના દાયકામાં શોલે જોવા માટે સિનેમાઘરો પર દર્શકોના ટોળાં ઊમટી પડતાં. ત્યારે ફિલ્મો દર્શાવવા માટે રીલ પણ ઓછી પડતી હતી. આ જ કારણે ફિલ્મનો એક ભાગ એક સિનેમાઘરમાં દર્શાવ્યા પછી બીજા સિનેમાઘરમાં મોકલવામાં આવતો હતો.’’ - સંદીપ મારવા, ફિલ્મ નિર્માતા


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Asian Siren in Show
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.