Advertisement
Home >> National News >> Bhaskar Gyan >> Diabetic Patient Can Eat Rice Now, Anil Mishra

હવે, ડાયાબિટીસ પીડિત પણ ભાત ખાઈ શકશે

Anil Mishra, Raipur | Jul 17, 2012, 23:15PM IST
 
 

છત્તીસગઢમાં પાકતાં 'સ્વર્ણા’ ચોખા ડાયાબિટિક લોકો માટે યોગ્ય હોવાનો વિજ્ઞાનીઓનો રિપોર્ટ

ડાયાબિટીસ પીડિત દર્દીઓ હવે ભાત પણ ખાઇ શકશે. ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિ‌ટયૂટના વિજ્ઞાનીઓને છત્તીસગઢનું 'સ્વર્ણા’ ડાંગર ડાયાબિટિક લોકો માટે યોગ્ય જણાયું છે. રિપોર્ટ મુજબ 'સ્વર્ણા’ પ્રકારના ડાંગરમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ (જીઆઇ) ૪૮ જણાયો છે. આ રિપોર્ટ તાજેતરમાં મનિલામાં કૃષિ વિજ્ઞાનીઓના સંમેલનમાં રજૂ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જીઆઇ ચોખાથી ડાયાબિટીસના સ્ટેજ-૨ નો વિકાસ થતો નથી અને દર્દીનું ડાયાબિટીસ કન્ટ્રોમાં રહે છે. વિભિન્ન પ્રકારના ચોખામાં જીઆઇ ૪૮થી ૯૨ સુધી હોય છે. અત્યાર સુધી ડોક્ટરો ઊંચા જીઆઇ લેવલને કારણે ડાયાબિટીસ પીડિતોને ચોખાથી દૂર રહેવાની સલાહ આપતા રહ્યા છે. ૪૮થી પપ સુધીના જીઆઇ લેવલને નિમ્ન સ્તરનો માનવામાં આવે છે. પ૬થી ૬૯ને મીડિયમ અને તેનાથી વધુને હાઇ લેવલ માનવામાં આવે છે.

અત્યારે કહી શકતો નથી : ડાયાબિટીસથી પીડિત દર્દીઓને લો જીઆઇ આહાર લેવાની સલાહ આપવામાં આવે છે. આહાર પછી શરીરમાં જેટલી ઝડપથી ગ્લુકોઝ બને છે, તેને જીઆઇથી માપવામાં આવે છે. ચોખાનો જીઆઇ વધુ હોય છે, તેથી દર્દીઓને ઘઉં, જવાર વગેરે ખાવાની સલાહ આપવામાં આવે છે. અત્યારે મેં રિપોર્ટ વાંચ્યો નથી, તેથી તેના વિશે કશું કહી શકતો નથી.- ડો. જી.બી. ગુપ્તા, ડો. ભીમરાવ આંબેડકર હોસ્પિટલ, રાયપુર.

કોણે સંશોધન કર્યું

ઓસ્ટ્રેલિયાની સંસ્થા કોમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિ‌ટયૂટ મનિલાની સંયુક્ત ટીમે આ સંશોધન કર્યું છે. સંશોધન કરનાર ટીમનું નેતૃત્વ સીએસઆઇઆરઓના ટોની બર્ડ અને આઇઆરઆરઆઇના ડો. મેલિસાએ કર્યું હતું.
 
 
 

Your Opinion
 
 
Code:
8 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment