Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Recent Controversies
 

વિવાદાસ્પદ સીડી અંગે શાંતિભૂષણ-અમર-મુલાયમની થશે પૂછપરછ

 
Source: Bhasskar News, New Delhi   |   Last Updated 1:12 PM [IST](09/02/2012)
 
 
 
 
 
વિવાદાસ્પદ શાંતિ ભૂષણ સીડી કેસમાં દિલ્હી પોલીસને ગુનાહિત ષડયંત્રનો કેસ દાખલ કરવા કોર્ટે આદેશ કર્યો છે. પોલીસ દ્વારા આ અંગે શાંતિ ભૂષણ, અમરસિંહ અને મુલાયમ સિંહને નોટિસ કાઢવામાં આવશે. પોલીસ દ્વારા આ ત્રણેયની પૂછપરછ પણ કરવામાં આવી શકે છે.

આ પહેલા સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસના ક્લોઝર રિપોર્ટને ફગાવી દીધો હતો. તીસ હજારી કોર્ટ દ્વારા તપાસ અંગે દિલ્હી પોલીસની ઝાટકણી પણ કાઢવામાં આવી છે. કોર્ટે પોલીસને ફરી તપાસ કરવા કહ્યું હતું અને પુછ્યું હતું કે, મુલાયમસિંહ તથા અમરસિંહની શા માટે પૂછપરછ કરવામાં નથી આવી.

ઉલ્લેખનીય છે કે, શાંતિ ભૂષણ, અમરસિંહ અને મુલાયમસિંહની વચ્ચે વાતચીતની કથિત સીડી બહાર આવી હતી. જેમાં જ્જને પ્રભાવિત કરવાની ચર્ચા કરવામાં આવી હતી. આ સીડીના આધાર પર ટીમ અણ્ણાના સક્રિય સભ્યની ઉપર ભ્રષ્ટ હોવાના આરોપ મુકવામાં આવ્યા હતા. જો કે, શાંતિ ભૂષણ દ્વારા આ સીડીને ખોટી ઠેરવવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો, કે સીડીમાં તેમનો અવાજ નથી.

તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Asian Siren in Show
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.