- અમે રસ્તા પર તડપી રહ્યાં હતાં અને પોલીસ હદ નક્કી કરવાની ગડમથલમાં મશગૂલ હતી
- દિલ્હી દુષ્કર્મ કેસમાં એકમાત્ર નજરે જોનારા સાક્ષીએ ઘટનાથી લઇને પોલીસ સ્ટેશન અને હોસ્પિટલ સુધીની ખૌફનાક કહાની સંભળાવી
દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાનો મિત્ર પહેલીવાર લોકોની સામે આવ્યો. શુક્રવારે આ ઘટનાને નજરે જોનારા સાક્ષીએ ઝી ન્યૂઝ ચેનલ મારફતે ૧૬મી ડિસેમ્બરની રાતની એ ભયાનક અને રૂવાંડા ઊભા કરી દે તેવા દુષ્કર્મ ઘટનાની વિગતો આપી હતી. અમે એ બાબતનું ધ્યાન રાખ્યું છે કે પીડિતાની ઓળખ જાહેર ન થાય તેમજ પીડિત પક્ષ અને કોર્ટમાં ચાલી રહેલા કેસ પર કોઈ નકારાત્મક અસર ન પડે. અમે તેને ગંભીરતાથી એટલા માટે છાપી રહ્યા છીએ કારણ કે દેશ માટે એ જાણવું જરૂરી છે કે કોની બેદરકારીથી પીડિતાને સમયસર મદદ ન મળી.
'બસમાં સવાર બે લોકોએ અમને બેરહમીથી માર્યા, બસના કાચ પર કાળી પટ્ટી લગાવેલી હતી અને પડદા લગાવેલા હતા. લાઇટો પણ બંધ હતી. અમે એકબીજાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બૂમો પાડી. મારી મિત્રએ પોલીસને ફોન કરવા પ્રયાસ કર્યો, પણ ગુંડાએ તેનો મોબાઇલ લઇ લીધો. મારા માથા પર લોખંડનો સળિયો માર્યો. પછી હું બેહોશ થઇ ગયો. ભાનમાં આવ્યો ત્યારે ખબર પડી કે તેઓ બસને આમથી તેમ દોડાવી રહ્યા હતા. બે-અઢી કલાક સુધી બસ ચાલતી રહી. તે પછી મહિપાલપુર ફ્લાયઓવરની નીચે અમને ફેંકી દીધા. તેઓ મારી મિત્રને કચડી નાંખવા પણ માગતા હતા, પણ મહામહેનતે મેં તેને ખેંચી લઇને બસની નીચે આવતી બચાવી હતી. અમારા શરીર પર એકેય વસ્ત્ર નહોતું, શરીરમાંથી લોહી નીકળી રહ્યું હતું. અમે રાહ જોતા રહ્યા કે કોઇ તો મદદ કરશે. કેટલીય ગાડીઓ પસાર થઇ, હું હાથ હલાવીને વાહન રોકવા કહેતો હતો.. ઓટો, કારવાળા સ્પીડ ધીમી કરતાં પણ કોઇ વાહન ઊભું નહોતા રાખતાં. હું બૂમો પાડતો હતો કે કોઇ કપડાં તો આપો, પણ કોઇ કપડાં પણ નહોતું આપતું.'
આગળ વાંચો ‘દામિની’ના મિત્રએ વધુ શું કહ્યું? વધુ અહેવાલ વાંચવા માટે તસવીરો બદલતાં જાવ...