Advertisement
Home >> National News >> Latest News >> National >> Delhi Gang Rape Victim Passes Away

દિલ્હી ગેંગ રેપ: સિંગાપોરમાં પીડિતાએ આખરે ત્યજી દીધો દેહ

Agency | Dec 29, 2012, 03:39AM IST
 
 

- સમાચાર મળતા લોકો સડકો પર ઉતરી આવ્યા હતા

- સખત કાયદા માટે બુલંદ અવાજ

- દિલ્હીમાં ચાલુ બસે વિદ્યાર્થીની સાથે સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો
- પીડિતાના કેટલાક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું
 
દામિનીના મૃત્યુ પછી દિલ્હી સહિત દેશભરમાં શાંતિપૂર્વક પ્રદર્શન યોજાઈ રહ્યા છે, ત્યારે હવે કોંગ્રેસ જાગી હોય તેમ લાગી રહ્યું છે.



એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, કોંગ્રેસ મહિલાઓ સામે વધતાં અપરાધને ધ્યાનમાં લઈને કડક ડ્રાફ્ટ બિલ તૈયાર કરવા માટે મથી રહ્યું છે. આ ડ્રાફ્ટ જસ્ટિસ વર્મા સમિતિને ભલામણના સ્વરૂપે સુપ્રત કરવામાં આવશે. ડ્રાફ્ટમાં કોંગ્રેસે બળાત્કારીઓને કેમિકલ વડે નપુંસક બનાવવામાં આવે તેવી ભલામણ કરી છે. જેને પગલે ભવિષ્યમાં કોઈપણ આવું જઘન્ય કૃત્ય આચરતા પૂર્વે પચાસ વખત વિચાર કરશે. આ ઉપરાંત ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. કોંગ્રેસ ઈચ્છે છે કે બળાત્કારીઓને ઓછામાં ઓછી 30 વર્ષની સખત જેલની સજા થાય. આ બિલને યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ લીલી ઝંડી આપી દીધી છે.



ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે પ્રદર્શનકારીઓ સામે નમતું જોખતાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જે. એસ. શર્માની અધ્યક્ષતામાં  ત્રણ સભ્યોની સમિતિની રચી છે. આ સમિતિનું કામ દુષ્કર્મીઓને સખતમાં સખત સજા અને પીડિતાને ન્યાય આપાવવા માટે સલાહ આપવાનું છે. 30 દિવસમાં સમિતિએ તેનો રીપોર્ટ સુપ્રત કરવો પડશે.     

  
 
મહિલાઓનું સન્માન કરવાનો સંકલ્પ લો

ભારતના યુવાનો ઈન્ડિયાગેટથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી પ્રદર્શન થઈ રહ્યું છે. કાયદો જ્યારે બનશે, ત્યારે બનશે. જ્યારે દિલથી મહિલાઓની ઈજ્જત કરીશું, ત્યારે તેમની સામેનાં ગુનાઓ અટકશે. આ સમયે મહાઅભિયાનમાં જોડાવાનો સંકલ્પ કરી શકીએ. અમારા આ મહાઅભિયાનમાં જોડાઓ અને સંકલ્પ કરો કે હું મહિલાઓનું સન્માન કરીશ



આ પણ વાંચો... TWEETS: 'મર્દ હોવા પર મને આવે છે શરમ' - શાહરૂખ


વધુ વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો

 
 
 

Your Opinion
 
 
Code:
2 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment