Advertisement
Home >> National News >> Latest News >> National >> Delhi Gang Rape Victim Father Says He Wants Her Named

દિલ્હી ગેંગરેપઃ પીડિતાના પિતાએ દીકરીનું નામ કર્યું જાહેર

1 of 6 Photos

16 ડીસેમ્બરના રોજ દિલ્હીમાં ચાલુ બસે ગેંગરેપનો ભોગ બનેલી યુવતીના પિતા પણ હવે દુનિયા સમક્ષા આવ્યા છે. તેમણે પોતાની બહાદુર દીકરીનું નામ પણ જણાવ્યું અને કહ્યું કે દુનિયાને તેનું નામ જાણવું જોઈએ. પીડિતાના પિતાએ વધુમાં કહ્યું કે તેની દીકરીએ કોઈ ખોટું કામ કર્યું નથી. તે તેની જીંદગીની રક્ષા કરતાં મરી છે અને દુનિયાની અન્ય સ્ત્રીઓ માટે તે પ્રેરણસ્રોત બની શકે છે. પીડિતાના પિતાએ એક બ્રિટિશ અખબારને આપેલા ઈન્ટવ્યૂમાં જણાવ્યું હતું કે, 16 ડીસેમ્બરની રાત્રે સવા અગિયાર વાગ્યે સૌપ્રથમ તેમને ઘટનાની જાણ થઈ હતી. જો કે તે વખતે તેમની દીકરી સાથે વાસ્તવમાં શું થયું તેનો તેમને ખ્યાલ ન હતો. તેમણે કહ્યું કે '16 ડીસેમ્બરની રાત્રે 10.30 કલાકે તેઓ કામ ઉપરથી પરત ફર્યા હતાં.

દીકરી હજુ ઘરે નહીં આવી હોવોથી તેમની પત્ની ચિંતિત હતી. જેને પગલે દીકરી અને તેના મિત્રના ફોન ઉપર સંપર્ક કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. રાત્રે સવા અગિયાર વાગ્યે જ્યારે હોસ્પિટલથી ફોન આવ્યો કે તેમની દીકરી સાથે કોઈ બનાવ બન્યો છે.' ત્યારબાદ તેઓ તેમના મિત્રને સાથે લઈને મોટરસાઈકલ દ્વારા હોસ્પિટલ ગયા હતાં. તેમણે કહ્યું, 'ત્યાં તે પથારી પર હતી. તેની આંખો બંધ હતી. મે તેના માથા ઉપર હાથ ફેરવ્યો અને તેનું નામ લઈને બોલાવી હતી. ત્યારે તેણે આંખો ખોલી અને રોવા લાગી હતી. મે મારા આંસુને કાબૂમાં રાખ્યા અને આશ્વાસન આપતાં કહ્યું કે બધું સારું થઈ જશે.' ત્યાં સુધી પિતાને હકીકત ખબર ન હતી. પાછળથી પોલીસે હકીકત જણાવી. ત્યારબાદ તેમણે પત્ની અને દીકરાને હોસ્પિટલ બોલાવ્યા, પરંતુ તેઓ તેમને ગેંગરેપની વાત ન કરી શક્યા.

વિસ્તૃત અહેવાલ વાંચવા તસવીર સ્ક્રોલ કરો...


Your Opinion
 
 
Code:
1 + 4

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment