નવી દિલ્હીમાં ચાલુ બસે ગેંગરેપ અને પીડિતાની હત્યાના કેસમાં સુનાવણી આજથી શરૂ થઈ છે. ડે-ટૂ-ડે બેસિસ પર સુનાવણી હાથધરવામાં આવશે. દિલ્હી પોલીસે બપોર બાદ સમગ્ર આરપનામું 'ઈલેક્ટ્રોનિક ચાર્જશીટ'ના રૂપમાં કોર્ટમાં પ્રસ્તુત કર્યું હતું. મેટ્રોપોલિટન કોર્ટે આ કેસને ધ્યાન ઉપર લેતાં પાંચેય આરોપીઓના સમન્સ જારી કર્યા હતાં. આ કેસની વધુ સુનાવણી સોમવારે અર્થાત 7 જાન્યુ.ના રોજ હાથધરાશે. પોલીસ સોમવારે બપોરે લગભગ સાડા બાર વાગ્યે આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે. આ કેસમાં છ આરોપીઓ પૈકીનો એક સગીર છે.
સાકેતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં હાલ રામ સિંહ, મુકેશ, પવન ગુપ્તા, વિનય શર્મા અને અક્ષય ઠાકુર વિરુદ્ધ આરોપનાનું દાખલ કરવામાં આવ્યું છે. આ ફાસ્ટ ટ્રેક કોર્ટના ન્યાયમૂર્તિ યોગેશ ખન્ના છે. પાંચ આરોપી હાલ તિહાર જેલમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ આરોપીઓ આત્મહત્યા કરી શકે છે. જેને પગલે જેલ પ્રશાસન દ્વારા તેમના પર ચાંપતી નજર રાખવામાં આવી છે.
(ફોટોઃ ગેંગરેપની ઘટનાના વિરોધમાં પ્રદર્શન ચાલુ છે, દિલ્હીમાં એક વ્યક્તિએ મુંડન કરાવ્યું હતું. ડઝન જેટલા લોકોએ મુંડન કરાવ્યું હતું.)
વિસ્તૃત અહેવાલ વાંચવા તસવીર સ્ક્રોલ કરો...