Advertisement
Home >> National News >> In Depth >> Delhi Gang Rape Case Updates And Followup

રેપ પીડિતાનાં જખ્મનાં નિશાન જોઈ ડૉક્ટર્સ પણ થઈ ગયાં અવાક

Agency, New Delhi | Dec 19, 2012, 09:18AM IST
 
 


પવન નામના આરોપીએ ઓળખ પરેડનો ઇનકાર કરતાં આરોપનો કર્યો સ્વિકાર


આરોપીની બર્બરતા આવી સામે, દર્દને નિવારવા અપાય છે મોર્ફિનનાં ઈન્જેક્શન્સ


દિલ્હીમાં ચાલુ બસમાં ફિઝિઓલોજિસ્ટ યુવતી ઉપર સામૂહિક બળાત્કારના પકડાયેલા ચાર આરોપીઓ પૈકી ત્રણ મૂકેશ, પવન અને વિનયને દિલ્હીની સાકેત કોર્ટમાં આજરોજ હાજર કરવામાં આવ્યા હતાં જ્યાં તેમણે આ જઘન્ય કૃત્ય કર્યું હોવાની કબુલાત કરી હતી.


પવન નામના આરોપીએ ઓળખ પરેડ હેઠળ જવાનો ઈનકાર કરતાં આ ધૃણાસ્પદ કૃત્ય આચર્યું હોવાની કબુલાત કરી લીધી હતી. દરમિયાન પોલીસના જણાવ્યા મુજબ ગેંગરેપમાં સામેલ એવા અક્ષય ઠાકુર નામની વ્યક્તિની પોલીસે બિહારમાંથી અટકાયત કરી તેને દિલ્હી લાવવા તજવીજ હાથધરી છે.


પીડિતાની સારવાર કરી રહેલા તબીબોએ આરોપીઓની ક્રૂરતા વર્ણવી છે, જેને સાંભળીને કોઈપણ સંવેદનશીલ વ્યક્તિ દ્રવી ઉઠે તેમ છે. પીડિતાના લોહીમાં ચેપ લાગ્યો છે અને તેનું બ્લડપ્રેશર વધી ગયું છે, જેનાં કારણે તેણીની સ્થિતિ જાળવી રાખવી ડૉક્ટર્સ માટે મુશ્કેલ બની રહી છે.


પડિતાનાં શરીરમાં પેલેટ્સની સંખ્યા સતત ઘટી રહી છે. માર્ફિનનાં ડોઝ આપીને તેણીનાં દર્દને ઓછું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ હાલમાં વેન્ટિલેટર હટાવી શકાય તેમ નથી. બીજી બાજુ, યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીએ બળાત્કાર પીડિતાની માતાને સફદરજંગ હોસ્પિટલે રૂબરૂમાં મળી અને તેને સાંત્વના પાઠવી હતી. પંદરથી વીસ મિનિટનો સમય સોનિયા ગાંધીએ તેમની સાથે ગાળ્યો હતો. 


વધુ અહેવાલ માટે તસવીરો બદલતાં જાવ...

 
 
 

Your Opinion
 
 
Code:
6 + 10

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment