ગેંગરેપ બાદ પ્રાઈવેટ પાર્ટમાં સળિયો ઘુસાડી સગીર બોલ્યો હતો, લે સાલી મર
દિલ્હી ગેંગરેપમાં પીડિતા સાથે સૌથી વધુ બર્બરતા દાખવનાર આરોપીને વધુમાં વધુ ત્રણ વર્ષની સજા થશે. હજુ સગીર હોવાનાં કારણે શકીલ (બદલેલું નામ) સહેલાઈથી બચી જશે. તેનો કેસ કોર્ટમાં ચલાવવાની અરજી જુવેનાઈલ બોર્ડે કાઢી નાખી હતી.
શું ફેર પડશે?
ગીતાંજલિ ગોયલની અધ્યક્ષતામાં બોર્ડની બેઠક ગુરૂવારે મળી હતી. જેમાં આરોપી શકીલ (બદલેલું નામ) નો કેસ પણ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની સુબ્રમણ્યમ સ્વામીની અરજીને કાઢી નાખવામાં આવી હતી. અન્ય પાંચ આરોપીઓને ફાંસી અથવા આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે, જ્યારે સગીર આરોપીને વધુમાં વધુ ત્રણ વર્ષ સુધીની સજા થઈ શકે છે.
સુબ્રમણ્યમ સ્વામીએ બોર્ડના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રના 'કન્વેન્શન ઓફ ધ રાઈટ્સ ઓફ ધ ચાઈલ્ડ' હેઠળ વધુમાં વધુ 18 વર્ષ સુધીની ઉંમરના લોકોને બાળક માનવામાં આવ્યા છે. જોકે લઘુતમ ઉંમર નક્કી કરવામાં આવી નથી. આ કન્વેન્શન હેઠળ સગીરોનાં અધિકારોની રક્ષા કરવાની ફરજ સરકારની છે.
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, સગીર આરોપી મુસલમાન હોવાનું કોંગ્રેસ જણવી રહી છે. બીજી બાજુ, સંયુક્ત રાષ્ટ્રમાં પસાર કરાયેલા કન્વેન્સમાં સ્પષ્ટ છે કે, સરકારની જવાબદારી છે કે, તે કોઈ બાળક સાથે તેના રંગ, જાતિ, ધર્મ કે જન્મના સ્થાનનાં આધારે કોઈ ભેદભાવ ન થવા દે. આ કન્વેન્શનમાં ભારત પણ સભ્ય છે. કન્વેન્શનમાં એવું પણ કહેવામાં આવ્યું છેકે, સગીર આરોપીને મોતની સજા કોઈપણ સંજોગોમાં આપી ન શકાય.
વધુ અહેવાલ માટે તસવીરો બદલતાં જાવ...
ઊંઝા ગેંગરેપઃ ન્યાયની આશા છોડી દીધી છે : પીડિતા