જન્માષ્ટમીનો તહેવાર મુંબઈમાં સંપૂર્ણ ઉત્સાહ સાથે ઉજવાય રહ્યો છે. ઉત્સાહ, ધૈર્ય અને સંયમથી ભરેલા ગોવિંદાઓની ટોળી દહીં હાંડીને તોડવા માટે શહેરમાં દરેક સ્થળે હાજર છે.
દહી હાંડીને તોડયા બાદ મળનારી ઈનામની મોટી રકમ તેમના ઉત્સાહને વધારી રહી છે. મુંબઈ અને ઠાણેના કેટલાંક વિસ્તારોમાં દહી હાંડી તોડવા માટે 31 લાખ રૂપિયાની ઈનામી રકમ મેળવવાની લલકમાં મહિલાઓની ટોળીના ઘાયલ થવાની ખબર છે.
જન્માષ્ટમીના પ્રસંગે મુંબઈમાં ઘણી જગ્યાએ ચાલીસ ફૂટની ઊંચાઈએ એક હાંડી લટકાવાય છે, જેમાં દહીં અને માખણ ભરેલું હોય છે.
જુવાનોનો સમૂહ ‘ગોવિંદા’ એકબીજાના સહયોગથી પિરામિડના આકારે ઉપર ચઢે છે અને તે દહી હાંડીને તોડવાનો પ્રયત્ન કરે છે. તેમના આ પ્રયત્નને રોકવા માટે આસપાસની ભીડ તેમની ઉપસ પાણીનો મારો ચલાવે છે.
ગત વર્ષ જ્યારે દહીં હાંડીનો તહેવાર મનાવાય રહ્યો હતો, ત્યારે મુંબઈમાં સ્વાઈન ફ્લૂનો કહેર ચાલુ હતો. જ્યારે આ વખતે લોકોને મેલેરિયાનો ભય પરેશાન કરી રહ્યો છે.
દહી હાંડીને તોડવા માટે સમગ્ર શહેરમાં લગભગ છસ્સો ગોવિંદાઓની ટોળીઓ છે. જેમાંથી ખૂબ પ્રખ્યાત દાદર અને વર્લીની ટોળી છે. આ તહેવાર જન્માષ્ટમીના આખા દિવસથી લઈને રાત સુધી મુંબઈકર પૂરા ઉત્સાહ સાથે ઉજવે છે.