R પાંચ લાખનો દંડ - cyber expert opine on karnataka issue - www.divyabhaskar.co.in" />
કર્ણાટક વિધાનસભામાં કાર્યવાહી દરમિયાન અશ્લીલ ફિલ્મ નિહાળનારા ત્રણ પ્રધાનોએ રાજીનામા આપી દીધા છે. તેમના કહેવા પ્રમાણે, તેઓ પાર્ટીને ક્ષોભજનક સ્થિતિમાં મુકવા માંગતા ન હતા અને તેમના કારણે પાર્ટીના હિતને કોઈ નુકશાન ન થાય તે માટે તેમણે આ નિર્ણય લીધો હતો. મુખ્યપ્રધાને તેમના રાજીનામા સ્વીકારીને ગવર્નરને મોકલી આપ્યા છે. જો કે, તેમની સમસ્યા અહીં પૂરી નથી થતી. કાયદાકીય નિષ્ણાત અને સાઈબર એક્સપર્ટ પવન દુગગ્લના કહેવા પ્રમાણે, પ્રધાનોને ત્રણ વર્ષની કેદ અને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
શું કહે છે સાઈબર નિષ્ણાત?
સુપ્રીમ કોર્ટના વકીલ અને સાઈબર ક્રાઈમના નિષ્ણાત પવન દુગ્ગલના કહેવા પ્રમાણે, આરોપી પ્રધાનોને ત્રણ વર્ષ સુધીની જેલ અથવા પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે. પવન દુગ્ગલના કહેવા પ્રમાણે, વિધાનસભાની અંદર અશ્લીલ ફિલ્મ નિહાળવી ગુનો છે. ઉપરાંત પ્રધાનોએ જે કાંઈ કર્યું તે નૈતિક રીતે પણ અયોગ્ય છે. આ પ્રકારના કિસ્સાઓ બહાર આવતા જનતાનો લોકપ્રતિનિધિઓ પરથી વિશ્વાસ ડગી જાય તેમ છે.
કેવી રીતે થયો પર્દાફાશ?
સ્થાનિક ચેનલો દ્વારા મંગળવારે ભાજપના પ્રધાનોની કરતૂતનો ખુલાસો કરવામાં આવ્યો હતો. ચેલન દ્વારા બહાર પાડવામાં આવેલા વીડિયો પ્રમાણે સહકારિતા પ્રધાન લક્ષ્મણ સવાડી પોતાના મોબાઈલ પર અશ્લિલ ક્લિપ નિહાળી રહ્યાં હતા. ત્યારબાદ તેમણે મહિલા અને બાળ વિકાસ પ્રધાન સીસી પાટિલને પણ તેમણે ફિલ્મ દેખાડી હતી. સ્થાનિક ચેનલ દ્વારા વિધાનસભાની કાર્યવાહીનું સીધું પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ દ્રશ્યો જોવા મળ્યા હતા. કર્ણાટક વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ કરવા માટે દુરદર્શન ઉપરાંત ખાનગી ચેનલોને પણ મંજૂરી મળેલી છે.
ચેનલના કહેવા પ્રમાણે, બીજાપુરમાં પાકિસ્તાની ધ્વજ ફરકાવવાની ગંભીર ઘટના પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે આ પ્રધાનો પોર્ન ફિલ્મ નિહાળી રહ્યાં હતા. આથી, ભાજપના હાઈકમાન્ડે કર્ણાટક ભાજપના નેતાઓ સાથે વાતચીત કરી હતી. જેમાં વિવાદાસ્પદ પ્રધાનોના રાજીનામા લઈ લેવા માટે કહેવામાં આવ્યું હતું. જેના પગલે ત્રણેય પ્રધાનોએ રાજીનામા આપી દીધા હતા. રાજીનામું આપનારા પ્રધાનોમાં સીસી પાટિલ, સહકાર પ્રધાન લક્ષ્મણ સવાડી અને ક્રિષ્ના પાલિમારે રાજીનામું આપી દીધું હતું.
વિપક્ષે માંગ્યું રાજીનામું
જનતાદળ સેક્યુલરના નેતા એચ.ડી કુમાર સ્વામી અને કેન્દ્ર સરકારમાં કોર્પોરેટ બાબતોના પ્રધાન વિરપ્પા મોઈલીએ ત્રણેય પ્રધાનોના ધારાસભાના પદપરથી પણ રાજીનામા માંગ્યા છે.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.