પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. ત્યારે એકબીજા પર શાબ્દિક પ્રહારો કરવાનો ક્રમ અટકતો જણાતો નથી. માકપાના સાંસદ અનિલ બસુ એ વિરોધી તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષા મમતા બેનરજી પર નિશાન સાધ્યું છે. આરામબાગ (હુગલી)ના સાંસદ બસુએ મમતા પર નિશાન સાધવા માટે વેશ્યાઓનું ઉદાહરણ ટાંક્યું છે. ઉપરાંત મમતા બેનરજીને મળતા ચૂંટણી ફંડ અમેરિકાથી આવતું હોવાનો આક્ષપ મુક્યો છે.
-પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે
-વેશ્યાઓનું ઉદાહરણ આપી માકપા સાંસદનું મમતા પર નિશાન
-અમેરિકાથી ફંડ આવે છે એટલે તૃણમુલને દેશના 'નાના ગ્રાહકો'માં રસ નથી
બસુએ શનિવારે એક રેલી દરમિયાન સોનાગાછી (કોલકત્તાના રેડ લાઈટ વિસ્તાર)નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે,'' તેમની પાસે પૈસા ક્યાંથી આવે છે? છેવટે કયા ભતાર (કોઈ મહિલા સાથે અયોગ્ય સંબંધ રાખનારો પુરૂષ, બાંગ્લા ભાષામાં એક ગાળ) પાસેથી તૃણમુલ કોંગ્રેસને ચૂંટણી ફંડમાં 24 કરોડ રૂપિયા મળ્યાં? તેમણે કહ્યું હતું કે, '' સોનાગાછીમાં વેશ્યાઓ પણ માલદાર ગ્રાહક મળી જાય એટલે નાના ગ્રાહકો પર નજર નથી નાખતી. તૃણમુલ કોંગ્રેસનો ચૂંટણી ખર્ચ અમેરિકાથી આવે છે. એટલે હવે તેઓ દેશના 'નાના ગ્રાહકો'માં રસ નથી લઈ રહી.
આરામ બાગથી સાત વખત સાંસદ રહી ચૂકેલાં બસુએ સિંગુર આંદોલન દરમિયાન પણ મમતા બેનરજી પર નિશાન સાધ્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે, જો મારું ચાલે તો મમતાના વાળ ખેંચીને કાલીઘાટમાં તેમના ઘર પાસે પટકી દઉં અને ટાટાની ફેક્ટરીના દરવાજા પર ક્યારેય ધરણાં દેવા ન દઉં.
તમારો મત
શું તમને લાગે છે કે, દેશના રાજકારણમાં રાજનેતાઓ અને તેમની ભાષાનું સ્તર દિવસે-દિવસે કથળી રહ્યું છે ? આવી રીતના નિવેદનો યોગ્ય છે ? તમારો મત નીચે આપવામાં આવેલાં ફીડબેક ફોર્મ દ્વારા જણાવો.