કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની સામે સંત આશારામ બાપુ દ્વારા કથિત રીતે ટિપ્પણી કરવામાં આવી હતી. જેની કોંગ્રેસ પક્ષે કડક શબ્દોમાં ટીકા કરી છેઅને કહ્યું છે કે, સંતો અને મહંતો તેમની સીમામાં રહે અન્યથા કોંગ્રેસ પાર્ટીને જવાબ આપતા આવડે છે.
-સતં-મહંત માપમાં રહે: કોંગ્રેસ
-આશારામ બાપુની કડક શબ્દોમાં ઝાટકણી
-સોનિયા ગાંધી વિરૂદ્ધ કરી હતી ટિપ્પણી
પક્ષના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ નવીદિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, સંતોએ માત્ર ધાર્મિક કામ કરવા જોઈએ અને રાજકીય બાબતોમાં દખલ ન કરવી જોઈએ. જનતા તેમની પાસેથી આ પ્રકારની અપેક્ષા નથી રાખતી. તેમણે ઉમેર્યું હતું કે, સંત આશારામ બાપુ દ્વારા સોનિયા ગાંધીની સામે જે પ્રકારની ટિપ્પણી કરવામાં આવી છે, તે નિંદનીય છે. પક્ષના નેતા દિગ્વિજય સિંહ પણ આ અંગે આશારામ બાપુને ચિમકી આપી ચૂક્યાં છે.
છત્તિસગઢના રાયપુરમાં એક સતસંગ દરમિયાન આશારામ બાપુએ કથિત રીતે સોનિયા ગાંધીની વિરૂદ્ધ ટિપ્પણી કરી હતી. જો કે આશ્રમ દ્વારા આ અંગે ખુલાસો બહાર પાડવામાં આવ્યો હતો અને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, બાપુના નિવેદનને વિકૃત્ત કરીને રજૂ કરવામાં આવ્યું હતું.
તમારો મત
શું તમને લાગે છે કે, રાજનેતાઓની જેમ સંતો પણ રાજકારણમાં ઝંપલાવવા લાગ્યા છે અને આ અંગે વાતો કરવા લાગ્યા છે ? તમારા અભિપ્રાય અને સૂચનો નીચે આપવામાં આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી આઈટી નીતિ પ્રમાણે, ઈન્ટરનેટ પર ધૃણાસ્પદ, વિવાદાસ્પદ કે ધિક્કારાસ્પદ ટિપ્પણી કરવી ગુનો બને છે. જેના માટે ટિપ્પણી કરનારો વાંચક પોતે જવાબદાર રહેશે. આથી, કૃપા કરીને સંયમિત ભાષાનો ઉપયોગ કરો