કાળા નાણાં અંગે સ્થગિત પ્રસ્તાવ બાદ લોકસભામાં શરૂ થયેલી ચર્ચામાં કોંગ્રેસ પ્રવક્તા અને સાંસદ મનિષ તિવારીએ કહ્યું કે વિદેશમાંથી કાળુ નાણું પરત લાવવું સરળ નથી. ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીના કાળા નાણાં અંગે સરકારી કાર્યવાહીના સવાલનો જવાબ આપતાં તિવારીએ કહ્યું કે વિદેશી બેંકોમાં કેટલું કાળુ નાણું જમા છે તે કોઇ ન કહી શકે. તેણે કહ્યું કે ભારતે ઘણા દેશો સાથે ટેક્સ એક્સચેન્જ સમજૂતિ પર સહી કહી છે અને આ દિશામાં પ્રયત્નો શરૂ છે.
- ફ્રાન્સે આપી 70 લોકોની માહિતી
કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે કાળા નાણાં અંગે માહિતી મંગાતા ફ્રાન્સે અત્યારસુધીમાં અંદાજે 70 વ્યક્તિઓ અંગે માહિતી આપી છે. આ લોકો વિરૂદ્ધ પગલાં પણ ભરાયા છે. તિવારીએ કહ્યું કે દેશમાં અંદાજે 30 કરોડ લોકો ટેક્સ ચૂકવણીના વર્ગમાં આવે છે પરંતુ તેમાંથી માત્ર 3 કરોડ લોકો જ ટેક્સ ચૂકવે છે. આ મોટી સમસ્યા છે. તેણે કહ્યું કે એ કહેવું ખોટું છે કે કાળા નાણાંની સમસ્યા યુપીએ સરકારની ભેટ છે, હકીકતમાં આ તો અમને વારસામાં મળી છે.
- કાળા નાણાં અંગે રાજકારણ રમી રહ્યું છે એનડીએ
કોંગ્રેસના સાસંદે કહ્યું કે કાળા નાણાં પરત લવાય તેવો એનડીએનો કોઇ ઇરાદો નથી પરંતુ તે માત્ર આ અંગે રાજકારણ જ રમી રહ્યા છે. તેણે કહ્યું કે વિદેશી બેંકો અને ભારતીય બેંકોમાં જમા થયેલા કાળા નાણાંમાં કોઇ અંતર નથી. તિવારીએ એવી પણ માંગ કરી હતી કે એનડીએના સાંસદોએ ભારતમાં કોઇ કાળુ નાણું નથી તેવું પણ લેખિતમાં આપવું જોઇએ.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.