ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને કથિત રીતે સ્પેશ્યલ ઈનવેસ્ટિગેશન ટીમ દ્વારા ક્લિન ચીટ આપવામાં આવી છે. આ અંગે કોર્ટમાં અહેવાલ દાખલ કરી દેવામાં આવ્યો છે.
-દિગ્વિજય સિંહે ન આપ્યો અભિપ્રાય
-ભાજપના નેતા બલબીર પૂંજ અગાઉ જ આ નિર્ણયનું સ્વાગત કરી ચૂક્યા છે
-અભ્યાસ કરી સત્તાવાર પ્રવક્તા આપશે પ્રતિક્રિયા
કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજયસિંહના કહેવા પ્રમાણે, હજૂ સુધી તેમણે સીટ દ્વારા દાખલ કરવામાં આવેલો રિપોર્ટ વાંચ્યો નથી. આથી, તેઓ આ અંગે ટિપ્પણી કરી શકશે નહીં. કોંગ્રેસના સત્તાવાર પ્રવક્તા રાશિદ અલ્વીએ પણ અહેવાલ વાંચ્યા પછી સત્તાવાર પ્રતિક્રિયા આપવાની વાત કરી હતી.
ભાજપના નેતા બલબીર પૂંજ અગાઉ જ આ નિર્ણયનું સ્વાગત કરી ચૂક્યા છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી ગુલબર્ગ હત્યાકાંડમાં માર્યા ગયા હતા. ત્યારે તેમના પત્ની ઝાકિયા જાફરીએ કોર્ટમાં ધા નાખી હતી તેમણે કથિત ક્લિન ચીટ પર નારાઝગી પ્રગટ કરી હતી અને ફરીથી કોર્ટ સમક્ષ ધા નાખી છે. જેમાં અહેવાલની નકલ માંગવામાં આવી છે.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.