Advertisement
Home >> National News >> Latest News >> National >> Congress Pulls Up Thackeray For Calling PM Politic

બાળ ઠાકરેએ પીએમને કહ્યાં, ‘રાજકીય નપુંસક’, લોકોમાં આક્રોશ

Agency, Mumbai | Jul 10, 2012, 17:18PM IST
 
 


પીએમ મનમોહન સિંહ માટે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરીને બાળ ઠાકરેને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે. લોકોને એ વાતનું આશ્ચર્ય થઇ રહ્યું છે કે, એનડીએના મહત્વના સાથી શિવ સેનાના પ્રમુખના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે બીજેપી સમર્થિત ઉમેદાવારને સમર્થન નહીં કરીને યૂપીએ ઉમેદવાર અને કોંગ્રેસ નેતા પ્રણવ મુખરજીનું સમર્થન કર્યું છે.

ઠાકરેના આ નિવેદનને લઇને લોકો ટ્વિટર પર પોતાના સુચનો રજુ કર્યાં છે

@chandrabhushanjએ ઠાકરેને પૂછ્યું કે, તમે પ્રણવ મુખરજીનું સમર્થન કેમ કર્યું?

ઠાકરેના આ નિવેદનને લોકો રાજકીય ફાયદો મેળવવા માટેની એક ચાલ તરીકે જોઇ રહ્યા છે.

@VlV3Kએ કહ્યું, ‘મને લાગે છે કે બાળ ઠાકરે ટાઇમ મેગેઝિનના ‘અન્ડરએચીવર’વાળા નિવેદનને મરાઠી માણસ માટે ટ્રાન્સલેટ કરી રહ્યા છે.

શ્રેયાસ શેવાડે નામના શખ્સે @kickasswriter  એકાઉન્ટ પરથી લખ્યું છે, ‘બાળ ઠાકરે પીએમ પર ટિપ્પણી કરવા માટે મરાઠી શબ્દોના ઉપયોગ કરી રહ્યાં છે.  તેમના કહેવાનો અર્થ ‘પોલિટિકલી ઇમ્પોટેન્ટ’ છે.

@TheRadioJokerએ એવું કહીને ઠાકરેની મજાક ઉડાવી છે, ‘ સંભવ છે કે આ નિવેદન પછી બાળ ઠાકરે ‘પોલિટિકલ વિયાગ્રા’ની પોતાની લાઇન રજુ કરશે.

@KnightKitsએ કહ્યું, ‘એવું લાગે છે કે, બાળ ઠાકરે એડલ્ફ હિટલરના અવશેષોથી બનેલા છે.

ડો. મનમોહન સિંહના નામથી બનેલા એક એકાઉન્ટ ‏@PM0Indiaથકી કહેવામાં આવ્યું છે, ‘ બાળ ઠાકરેએ મને  રાજકીય નપુંસક કહ્યાં છે? ઠીક છે બેટા, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વોટ કરી દે, પછી બતાવું છું.’

શું કહ્યું ઠાકરેએ?

ઠાકરેએ પાર્ટીના મુખપત્ર ‘સામના’માં લખેલા તંત્રીલેખમાં મનમોહનસિંહને ‘રાજકીય નપુંસક’ ગણાવ્યાં છે. તેમણે કહ્યું, ‘ લોકો આશ્ચર્ય છે કે, ખરેખર ‘અન્ડરએચીવર’નો અર્થ શું છે. અમારી ભાષા (ઠાકરે ભાષા)માં તેનો અર્થ દેશના પ્રધાનમંત્રી રાજકીય રીતે નપુંસક છે તેવું થાય છે. તેમની અવસ્થા દિલ્લગીબાઝ વૃદ્ધ પતિ જેવી થઇ ગઇ છે. આ અવસ્થામાં જેટલું સંભવ છે, તેટલું એ આનંદનો લાભ લેવાનું કામ મનમોહન સિંહ કરી રહ્યાં છે.




 
 
 

Your Opinion
 
 
Code:
10 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment