યુપીએના ચેરપર્સન અને કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના નવી દિલ્હી દસ જનપથ ખાતેના નિવાસસ્થાને રક્ષાબંધન ઉજવી છે. તેમણે નાના-નાના ભૂલકાંને પોતાના હાથે રક્ષસૂત્ર બાંધ્યા છે. જ્યારે હિંદુ સાધ્વીએ પણ સોનિયા ગાંધીને રક્ષાસૂત્ર બાંધીને પોતાની શુભકામનાઓ વ્યક્ત કરી છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે સોનિયા ગાંધીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે.