- જુઓ વીડિયો, પોતાની આલોચનાને પણ લાલુએ વધાવી લીધી
- લાલુપ્રસાદ પર દોરાયા કાર્ટૂન
- 'લાલુ-લીલા' નામે કાર્ટૂનનું પુસ્તક પ્રસિદ્ધ કરાયું
- પુસ્તકના વિમોચન માટે લાલુને બોલાવાયા
લાલુપ્રસાદ યાદવને કોણ નથી ઓળખતું? તે હંમેશા પોતાના હાવ-ભાવને લઇને ચર્ચામાં રહે છે. તે ક્યારેક પોતાના બિહારી ટોનથી વ્યંગ કરે છે તો ક્યારેક પોતાના કાર્યોથી લોકોનું મન મોહી લે છે. તે મીડિયા જગતમાં કોઇને કોઇ કારણોસર ચર્ચાતા રહે છે પરંતુ બહુ ઓછા લોકોને એ ખબર હશે કે લાલુને પોતાની આલોચના પણ પસંદ છે. બિહારના પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ પવને લાલુપ્રસાદ પર કાર્ટૂનો દોર્યા અને 'લાલુ-લીલા' નામે આખુ પુસ્તક તૈયાર કર્યું. પુસ્તકના વિમોચન માટે તેણે લાલુને જ આમંત્રણ આપ્યું અને સૌના આશ્ચર્ય વચ્ચે લાલુ તે પુસ્તકનું વિમોચન કરવા પટણાની આર્ટ કોલેજમાં આવી પહોંચ્યા.
વિમોચન પ્રસંગે લાલુએ કહ્યું હતું કે મારા પર બનેલા કાર્ટૂન મારા જીવનના હાવ-ભાવ અને આલોચના દર્શાવે છે જેમાં કશું ખોટું નથી.
જ્યારે લાલુને એ પૂછાયું કે કાર્ટૂનો દ્વારા કરાયેલા કટાક્ષથી તમને ક્યાંક ખોટુ તો નથી લાગ્યું ને? ત્યારે લાલુએ કહ્યું કે જેને ખોટુ લાગવું હોય તેને લાગે મને કશું ખોટુ નથી લાગ્યું. સાભાર : યુ ટ્યૂબ
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.