ભારત અને ચીનની કંપનીઓ વચ્ચેના રોકાણના અનુસંધાને એક કાર્યક્રમ નવીદિલ્હીની એક હોટલ ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાતમાં રોકાણ કરવા માંગતી એક કંપનીની બુકલેટમાં વાંધાજનક ચીની નક્શો પ્રકાશિત થયો હતો. આ અંગે ચીનના રાજદુતનું ધ્યાન દોરવામાં આવતા ઉશ્કેરાઈ ગયા હતા અને આ સવાલ ઉઠાવનારા ભારતના પત્રકારનું અપમાન કરી નાખ્યું હતું. -ચીનના રાજદુતે ભારતના પત્રકારને કહ્યું, Shut-Up -ગુજરાતમાં પ્લાન્ટ નાખવા માંગતી કંપનીના વાંધાજનક નક્શા પર ઉઠાવેલો સવાલ
ભારતમાં રોકાણ કરી રહેલી ચીની કંપનીઓની માહિતી આપવા માટે નવીદિલ્હીની પોશ હોટલમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એક કંપનીના નક્શામાં લદ્દાખ તથા અરૂણાચલ પ્રદેશને ચીનના ભાગ તરીકે દર્શાવ્યા હતા. જ્યારે પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ દર્શાવ્યો હતો. જેની પર એક વિખ્યાત સામયિકના પત્રકારે સવાલ ઉઠાવ્યો હતો.
જેના કારણે ભારત ખાતે ચીનના રાજદુત ઝહાંગ યાન ઉશ્કેરાઈ ગયા હતા. યાને પત્રકારને કહ્યું હતું કે, "ચૂપ રહે ."આ કાર્યક્રમમાં ભારતના ઉદ્યોગ પ્રધાન આનંદ શર્મા પણ હાજર હતા. આ અંગે ભારતના વિદેશ વિભાગના અધિકારીઓનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. ત્યારે ભારતના સંયુક્ત સચિવે કહ્યું હતું કે, આ મુદ્દો ચીન સાથે ઉઠાવવામાં આવશે. જ્યારે ચીનના રાજદુતે કહ્યું હતું કે, આ નક્શા અંગે તપાસ કરીને તેમાં સુધારો કરી લેવામાં આવશે.
તમારો મત
એક તરફ ચીન દ્વારા ભારતની સરહદ પર જંગી પ્રમાણમાં સૈન્ય ખડકવામાં આવે, બીજી બાજુ ચીનની કંપનીઓ ભારતમાં વેપારના નામે આર્થિક મજબુત બને તથા ભારતમાંથી ચીન દ્વારા નોંધપાત્ર આયાત કરવામાં ન આવે, ત્યારે તમને નથી લાગતું કે ભારતે ચીન પ્રત્યે કડક વલણ અપનાવવાની જરૂર છે ? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.