ભારતના કડક વિરોધની સામે હાલ ચીન ઝુકતું જણાય રહ્યું છે. ચીને કહ્યું છે કે, તે બ્રહ્યપુત્ર નદીના પ્રવાહમાં અવરોધ ઊભો નહીં કરે. ચીનના નાયબ જળ સંશાધન વિકાસ પ્રધાન જીયાઓ વાંગે બેજીંગમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ માહિતી આપી હતી.
-ઝુક્યું ચીન, બ્રહ્યપુત્ર નદી પર નહીં બાંધે બંધ
-ભારત સાથેના સંબંધો વણસે તેમ હોવાનો સ્વીકાર
-પ્રથમ વખત કબુલાત
જીયા કહ્યું હતું કે, ચીનના લોકો ઈચ્છે છે કે, ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બ્રહ્યપુત્રા નદીનો મહત્તમ ઉપોયગ થઈ શકે. પરંતુ કેટલાક ટેક્નિકલ કારણો, પર્યાવરણ પર પડનારા પ્રભાવ અને બીજા દેશો સાથેના સંબંધોના કારણે, ચીન દ્વારા બ્રહ્યપુત્રા નદી પર બંધ બાંધવાની કોઈ યોજના નથી.
ચીન દ્વારા પ્રથમ વખત કબુલ કરવામાં આવ્યું છે કે, બ્રહ્યપુત્ર નદી પર બંધ બાંધવામાં આવે, તો ભારત સાથેના સંબંધો પર અસર પહોંચી શકે છે. તા. 27 સપ્ટેમ્બરના સંયુક્ત રાષ્ટ્રોમાં સંબોધન બાદ ન્યૂયોર્ક પરત ફરતી વેળાએ ભારતના વડાપ્રધાન ડૉ. સિંઘે કહ્યું હતું કે, તેમણે અનેક વખત આ મુદ્દો ચીનના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સમક્ષ ઉઠાવ્યો છે. બંનેએ ખાતરી આપી છે કે, ચીન દ્વારા એવું કશું કરવામાં નહીં આવે કે જેથી ભારત સાથેના હિતો પ્રભાવિત થતા હોય. જો કે, આવા મુદ્દાઓ પર ચીનનો રેકોર્ડ જોતા તે પોતાની વાત પર અફર રહેશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.
તમારો મત
શું તમને લાગે છે કે, ચીન તેના આશ્વાસન પર અફર રહેશે કે ડ્રેગનની પૂંછડી વાંકી તે વાંકી જ રહેશે ? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.