ચારેય તરફ ગાઢ જંગલ, સરેરાશ 100 ઈંચ વરસાદ, પહાડ પર ઝરણું, મનોહર દ્રશ્યો, મોજ મજા કરવા માટે આ જગ્યા સુંદર નિવડી શકે છે. મધ્યપ્રદેશનું આલીરાજપુર જિલ્લામાં આવેલું કટ્ઠીવાડા રાજ્યના ચેરાપૂંજી તરીકે ઓળખાય છે. તેને નવું સ્વરૂપ આપવાની તૈયારી થઈ રહી છે.
કટ્ઠીવાડામાં પર્યટકોને આકર્ષવા માટે તાજેતરમાં એક સર્વે કરાવવામાં આવ્યો હતો. હવે ત્રણ જગ્યાએ સર્વે કરાવીને ઈકો ટુરિઝમ બોર્ડને મોકલી દેવામાં આવશે. આ માટેનું કામ ડીએફઓ આર.એસ. સિકરવારને સોંપવામાં આવ્યું છે. કેબિનેટની મંજૂરી પછી તે મોકલી દેવાશે.