Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Power Gallery
 

બાબા રામદેવના પ્રસ્તાવિત અનશનથી ગભરાયું કેન્દ્ર

 
Source: Agency, New Delhi   |   Last Updated 6:39 PM [IST](24/05/2011)
 
 
 
 
 
યોગગુરૂ બાબા રામદેવ તા. ચાર જૂનથી નવીદિલ્હીના રામલીલા મેદાન ખાતે ભ્રષ્ટાચાર મુદ્દે અનશન હાથ ધરનારા છે. ત્યારે કેન્દ્ર સરકાર અગાઉથી જ સાવચેત થઈ ગઈ છે બાબા રામદેવની ભ્રષ્ટાચાર વિરોધી લહેર અણ્ણા હજારેના આંદોલન જેટલી વ્યાપક અને મોટી ન બને તે માટે કેન્દ્ર સરકારને કેટલાક સરકારી અધિકારીઓને બાબા રામદેવને મળવા મોકલ્યા છે.

-બાબા રામદેવના પ્રસ્તાવિત અનશનથી ગભરાઈ કેન્દ્ર સરકાર
-અધિકારીઓને મોકલી બાબા રામદેવને સમજાવ્યા
-ભ્રષ્ટાચાર વિરોધી મહા-અભિયાન


સૂત્રોના કહેવા પ્રમાણે, આવકવેરા ખાતાના કેટલાક અધિકારીઓ અને સીબીડીટીના વડા સુધીર ચન્દ્રા ગયા અઠવાડિયે બાબા રામદેવને મળ્યા હતા અને કાળા નાણાને ભારત પરત લાવવા માટે સરકાર કેવા પ્રયાસો કરી રહી છે તે અંગે માહિતી આપી હતી. કાળા નાણાને શોધી કાઢવા માટે સરકાર દ્વારા કેવા પગલા લેવામાં આવી રહ્યાં છે, તેની માહિતી પણ તેમણે યોગગુરૂને આપી હતી. એક અંદાજ પ્રમાણે લગભગ પચાસ હજાર થી એક લાખ લોકો નવીદિલ્હીના રામલીલા મેદાન ખાતે હાજર રહેનારા છે. જ્યારે દેશભરમાં લગભગ એક કરોડ કરતા વધુ લોકોનું સમર્થન બાબાને હાંસલ છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના પ્રધાન કમલનાથ યોગગુરૂના અભિયાનનું સમર્થન કરી ચૂક્યાં છે અને ક હ્યું છે કે, સરકાર વિદેશમાં રહેલા કાળા નાણાને ભારત પરત લાવવા તથા ભ્રષ્ટાચારને નાથવા માટે કટિબદ્ધ છે. જ્યારે કોંગ્રેસના મહા સચિવ દિગ્વિજય સિંહએ કહ્યું હતું કે, જો યોગગુરૂ રામદેવ ઉપવાસ પર ઉતરશે તો તેમના અનશન ખોલાવવા કોઈ આગળ નહીં આવે.

તમારો મત

શું તમને લાગે છે કે, યોગગુરૂ બાબા રામદેવના અનશન અણ્ણા હજારે જેવો જુવાળ ઊભો કરી શકશે ? ભ્રષ્ટાચાર વિરોધી કાયદો બનાવનારી સમિતિમાં બાબા રામદેવને સ્થાન ન મળતા તેઓએ આ આંદોલન ઊભું કર્યું છે, તેવા આરોપો અંગે તમારું શું માનવું છે ? સરકારની નવી આઈટી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈપણ પ્રકારની ધૃણાસ્પદ, અને વિવાદાસ્પદ કોમેન્ટ લખવી પ્રતિબંધીત છે. આવી ટિપ્પણી કરવા માટે તમે ખુદ જવાબદાર રહેશો. જો તમારી ભાષા સામે કોઈને વાંધો હોય અને કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો ખુદ તમે જવાબદાર રહેશો.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.