- સુબ્રમણ્યમ સ્વામીની અરજી કોર્ટે ફગાવતા કપિલ સિબ્બલનો પ્રહાર
- 2જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં ચિદમ્બરમને સહઆરોપી બનાવવાની માંગ કરતી અરજી ફગાવાઇ
- કપિલ સિબ્બલે કહ્યું કે વિપક્ષે દેશની માફી માંગવી જોઇએ
- કોંગ્રેસે કહ્યું રાજકારણમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે સુબ્રમણ્યમ સ્વામી આવા કેસો કર્યા કરે છે
2જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમને સહઆરોપી બનાવવાની માંગ કરતી સુબ્રમણ્યમ સ્વામીની અરજી દિલ્હી સ્થિત પટિયાલા હાઉસ કોર્ટના જજ ઓ.પી.સૈનીએ ફગાવી દીધી. જે અંગે કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે કહ્યું કે "2જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં ચિદમ્બરમ વિરૂદ્ધ કોઇ પૂરાવા નથી. ચિદમ્બરમને બદનામ કરવા બદલ વિપક્ષે દેશની માફી માંગવી જોઇએ. આ કેસમાં ઝટકો લાગવાની કે ન લાગવાની કોઇ વાત નથી."
બીજીતરફ કોંગ્રેસના નેતા અંબિકા સોનીએ કહ્યું કે "અમને આશા હતી કે ચુકાદો અમારા જ પક્ષમાં આવશે. અમે આ ચુકાદાથી ખુશ છીએ. અમે લોકો સુબ્રમણ્યમ સ્વામીને દસકાઓથી જાણીએ છીએ. આ કેસમાં તેની વાતને કોર્ટે ફગાવી દીધી છે. રાજકારણમાં અસ્તિત્વમાં રહેવા માટે તેઓ આવા કેસ કર્યા કરે છે. જો જજે જ ચિદમ્બરમને નિર્દોષ ગણાવ્યા હોય તો નૈતિક જવાબદારીની કોઇ વાત જ નથી આવતી. આ ચુકાદાથી સરકારને ન્યાય મળ્યો છે. સત્ય ગમે તેટલી વાર પારખો તે સત્ય જ રહેશે."
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.