- કેન્દ્રીય નાણામંત્રી પ્રણવ મુખર્જીએ વિપક્ષના નેતાઓ સાથે ચર્ચા કરી
રિટેલ ક્ષેત્રમાં વિદેશી રોકાણના મુદ્દે કેન્દ્ર સરકારે બેકફૂટ પર જવું પડ્યું છે. સંસદના શિયાળુ સત્રમાં આજસુધી કોઇ કામ ન થયું હોવાથી ચિંતામાં મુકાઇ ગયેલી સરકારના મહત્વના મંત્રી પ્રણવ મુખર્જીએ વિપક્ષી નેતાઓ સાથે વાત કરી છે.
સુત્રો પ્રમાણે કેન્દ્રીય નાણામંત્રીએ ભાજપના નેતા સુષ્મા સ્વરાજ અને ડાબેરી નેતા સીતારામ યેચુરી સાથે વાત કર્યા એ આશ્વાસન આપ્યું છે કે જ્યાં સુધી સર્વસંમતિ ન સધાય ત્યા સુધી એફડીઆઇના પ્રસ્તાવને ટાળી દેવાશે.
ઉલ્લેખનીય છે કે સંસદનું સત્ર શરૂ હોવાને કારણે તેઓ આ મુદ્દે સંસદ બહાર જાહેર નિવેદન ન આપી શકે. પોતાના જ પક્ષમાંથી ઉઠી રહેલા વિરોધના સુરને પગલે પ્રણવ મુખર્જી 7મી ડિસેમ્બરે કોંગ્રેસના સાંસદોને સંબોધિત કરશે. આ પહેલા નાણામંત્રીએ કોંગ્રેસના સાથી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને ડીએમકેને મનાવવાની કોશિષ કરી હતી.
- તમારો મત આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.