Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

2011માં આ લોકોએ ભારે કરી હતી

 
 
 
Source: divyabhaskar.com   |   Last Updated 8:08 AM [IST](20/12/2011)
 
|  
 
 
1 of 9 Photos
2011માં આ લોકોએ ભારે કરી હતી
  • અણ્ણા હજારે: ભ્રષ્ટાચાર અને જન લોકપાલ બિલને લઈને અણ્ણા હજારેએ કેન્દ્ર સરકારની ઉંધ ઉડાવી દીધી છે. ઓગષ્ટ મહિનામાં દિલ્હીના રામલીલા મેદાન ખાતે તેઓએ કરેલા ઉપવાસ આંદોલનમાં સરકારે નમતુ જોખવું પડ્યું હતું. આ આંદોલનને લઈને દેશભરના લોકોએ તેમને સમર્થન કર્યું હતું.

  • બાબા રામદેવ: કાળાનાણા અને ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને બાબા રામદેવે દિલ્હીના રામલીલા મેદાન ખાતે અનશન કર્યા હતા. પરંતુ 4 જુન 2011ની મોડી રાત્રે પોલીસે બળપ્રયોગ કરીને બાબા રામદેવના આંદોલનને કચડી નાખ્યું હતું. બાબા રામદેવે પોતાને બચાવવા માટે સફેદ વસ્ત્રો પહેરીને ભાગવું પડ્યું હતું. આ ઘટનામાં 100થી વધારે લોકો ઘાયલ પણ થયા હતા. બાદમાં કરલી પત્રકાર પરિષદમાં બાબા રામદેવ રડી પડ્યા હતા. નિર્દોષ લોકો પર થયેલા બળપ્રયોગની તેઓએ ભારે નિંદા કરી હતી.

  • ઐશ્વર્યા રાય બચ્ચન: પોતાની પ્રેગનન્સિને લઈને ઐશ્વર્યા રાય ખાસી ચર્ચા રહી હતી. દેશભરના લોકોમાં આ સમાચારને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી હતી. આ તારીખે ઐશ્વર્યા બાળકીને જન્મ આપી રહી છે તે અહેવાલોએ ભારે ઘૂમ મચાવી હતી. પણ આખરે ઐશ્વર્યાએ 16 નવેમ્બરના રોજ બાળકીને જન્મ આપ્યો હતો. ઐશ્વર્યા રાય બચ્ચન: પોતાની પ્રેગનન્સિને લઈને ઐશ્વર્યા રાય ખાસી ચર્ચા રહી હતી. દેશભરના લોકોમાં આ સમાચારને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી હતી. આ તારીખે ઐશ્વર્યા બાળકીને જન્મ આપી રહી છે તે અહેવાલોએ ભારે ઘૂમ મચાવી હતી. પણ આખરે ઐશ્વર્યાએ 16 નવેમ્બરના રોજ બાળકીને જન્મ આપ્યો હતો.

  • હરવિંદર સિંહ: મોંઘવારી અને ભ્રષ્ટાચારથી પરેશાન યુવક હરવિંદર સિંહે ૭૧ વર્ષના કેન્દ્રીય કૃષિપ્રધાન શરદ પવારને થપ્પડ મારી હતી. થપ્પડ મારતા જ દેશભરમાં જાણે તે હીરાના રૂપમાં ઉભરી ન આવ્યો હોય તેમ ઘણા લોકોએ તેના આ પગલાને આવકાર્યું હતું. જોકે રાજકીય નેતાઓએ આ ઘટનાની નિંદા કરી હતી અને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. તેણે ભૂતપૂર્વ મંત્રી સુખરામ પર પણ હુમલો કર્યો હતો.

  • વિદ્યા બાલન: પરણિતાની એ વિદ્યા બાલનનો 2011માં અંદાજ જોઈ તેના ચાહકો ચોકી ગયા હતા. ઘણા ચાહકોને તો આઘાત પણ લાગ્યો હતો. ડર્ટી ફિલ્મને લઈને વિદ્યા ચર્ચામાં રહી છે. ફિલ્મનું નામ જે એવું છે કે વ્યક્તિ ચર્ચામાં ન આવતી હોય તો પણ ચર્ચામાં આવી જાય. તેમાય વિદ્યા બાલન જેવી અભિનેત્રી.

  • પુનમ પાંડે: પોતાની વેબસાઈટ લોન્ચ કરી તેના પર પોતાના અર્ધનગ્ન હાલતમાં ઉત્તેજક વીડિયો અપલોડ કરનાર પુનમ પાંડે 2011 દરમિયાન ખુબ વિવાદોમાં રહી છે. પોતાનું નામ ટીમ ઈન્ડિયા સાથે જોડીને પણ લોકપ્રિયતા મેળવવાના તેણે ભરપુર પ્રયાસો કર્યા હતો. જો ટીમ ઈન્ડિયા જીતને તો હું નગ્ન થઈ જઈશ જેવી ચોકાવનારી જાહેરાતો કરનાર પુનમ પાંડે અનેક ટીક્કાનો સામનો પણ કરવો પડ્યો હતો.

  • સચિન તેન્ડુલકર: સચિનની મહાસદીએ તો આ વર્ષે ભારે કરી હતી. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં આ મહાસદી ન થઈ એટલે સચિનના ચાહકોએ એવી આશા હતી કે આ સદી વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં થઈ જશે. આ મહાસદી પુરી કરવા માટે સચિનને બે શ્રેષ્ઠ તક પણ મળી હતી પરંતુ તે સદી ચુકી ગયો. વેસ્ટ ઈન્ડિઝ સામે તો જાણે એવા ઘાટ ઘડાયા હતા કે ભારત જીતે કે હારે સચીનની મહાસદી થવી જોઈએ! વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ટેસ્ટમાં સચિન આઉટ થયા બાદ દર્શકોએ એવા નારા પોકાર્યા હતા કે વી વોન્ટ ફોલોઓન...

  • નરેન્દ્ર મોદી: અણ્ણા હજારેના ઉપવાસ આંદોલનને મળેલી સફળતા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સદભાવના મિશન અંતર્ગત સપ્ટેમ્બર મહિનામાં ત્રણ દિવસના ઉપવાસ કર્યા હતા. જે દરમિયાન ખાસો વિવાદ ઉભો થયો હતો. એક તો આ ઉપવાસ દરમિયાન જ કોંગ્રેસના આગેવાનો દ્વારા ત્રણ દિવસના સમાંતર ઉપવાસ રાખવામાં આવ્યા હતા અને બીજુ આ સદભાવના મિશન દરમિયાન મોદીએ મંચ પર મુસ્લિમ ટોપી પહેરવાની ના પાડી દીધી હતી. જેની દેશભરના મીડિયાએ નોંધ લીધી હતી.

 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 4

 

કેલેન્ડરમાંથી 2011નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને 2012ની આગમન થવા જઈ રહ્યું છે. અનેક દુ:ખદ અને સારી બાબતોને લઈને 2011ના વર્ષને યાદ કરવામાં આવશે. આ તમામ બાબતોની વાત અમે અમારી 'bye bye 2011'ની શ્રેણીમાં કરીશું. પણ અહીં આપડે વાત કરવી છે એ લોકોની જેઓએ એક યા બીજી રીતે 2011માં લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હોય. આ યાદીમાં સૌથી ટોચ પર જો કોઈ નામ આવતું હોય તો તે છે અણ્ણા હજારે, આ ઉપરાંત તમે કોઈ વધુ નામ જોડવા માંગતા હોવ તો અમને ફિડબેકના માધ્યમથી કે પછી divyabhaskarwebsite@gmail.com પર લખીને મોકલી શકો છો....
 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.