ઉતરપ્રદેશના એક ચોંકાવનારા બનાવમાં એક નરાધમે સગીરા સાથે બળાત્કાર ગૂજારીને તેનો એમએમએસ બનાવી તેના જ ભાઈને મોકલી આપ્યો હતો. પોલીસે આ નરાધમની ધરપકડ કરી છે.
મેરઠ જિલ્લાના જાનીખુર્દ બ્લોકમાં આ સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. જાની કલા નિવાસી નદીમ પુત્ર અખ્તર ક્ષેત્રમાં દૂધ દોહવા આવે છે. એક મહિના અગાઉ તેણે ગામની જ 13 વર્ષની એક સગીરાને એક મહિલાની મદદથી ખેતરમાં બોલાવીને બંદૂરની અણીએ બળાત્કાર ગૂજાર્યો હતો અને તેની અશ્લિલ તસવીરો પણ ઉતારી હતી.
સગીરાએ આક્ષેપ કર્યો છે કે આરોપી તેને મિત્રો સાથે પણ અનૈતિક સંબંધ રાખવા તેની પર દબાણ લાવે છે. ના પાડવામાં આવતા તેણે સગીરાને એમએમએસ દ્વારા બદનામ કરવાની ધમકી આપી હતી.
ગયા બુધવારે આરોપીએ આ સગીરાને નગ્ન અવસ્થામાં દર્શાવતો એમએમએસ તેના જ ભાઈને મોકલી આપ્યો હતો. ભાઈને બહેનનો આવો એમએમએસ મળતા જ પરિવારમાં ખળભળાટ મચ્યો હતો. કિશોરીએ જણાવ્યું હતું કે તેને મારી નાખવાની ધમકી આપી હોવાથી તે ચૂપચાપ બધુ સહન કરી રહી હતી.