ઉધ્યમી બ્રિટિશ યુવાનો તેઓની શાળાની રજાઓનો ઉપયોગ વૈશ્વિકરણની અસર અંગે પ્રાથમિક જાણકારી મેળવવા કરી રહ્યા છે. આવા ૩૦ બ્રિટિશ વિદ્યાર્થીઓ અગ્રણી મલ્ટિનેશનલ કંપનીઓમાં ભારતીય બિઝનેસની પ્રક્રિયાનો અભ્યાસ કરી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિની મૂળભૂત જાણકારી પણ મેળવી રહ્યા છે. કેમ કે, તેઓ ભારતીય પરિવારો અને શાળાઓના શૈક્ષણિક વાતાવરણથી માહિતગાર થઇ રહ્યા છે.
બ્રિટનના વડાપ્રધાનના ગ્લોબલ ફેલોશિપ પ્રોગ્રામ હેઠળ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ, નવા સ્નાતકો અને યુવા પ્રતિનિધિઓ થઇને કુલ ૩૦ બ્રિટિશ યુવાન ભારત, ચીન અને બ્રાઝિલમાં ઊભરી રહેલા અર્થશાસ્ત્રના પરિવર્તનની ઝડપ અને પરિણામોને સમજવા માટે છ સપ્તાહની રજાનો ઉપયોગ કરી રહ્યા છે. દિલ્હી, મુંબઇ અને બેંગલોર ખાતે આવો અભ્યાસ કરી રહેલા આ બ્રિટિશ વિદ્યાર્થીઓ ૧૭મી જુલાઇએ ભારત આવ્યા છે.
આવા બે વિદ્યાર્થીઓનું યજમાનપણું નિભાવી રહેલ બ્રિટિશ પબિ્લશિંગ પીઅર્સન ઇન્ડિયાના ભારતીય એકમના પ્રેસીડેન્ટ ખોઝેમ મર્ચન્ટે જણાવ્યું હતું કે, વૈશ્વિક શ્રમ બજારમાં નોકરી માટે કુશળતા મેળવવા સાથે આર્થિક વિકાસ અને સ્પર્ધાને જાળવા રાખવા માટે શું કરવું જોઇએ તે સારી રીતે સમજવાનો ઉદ્દેશ ફેલોશિપ પ્રોગ્રામનો છે.
છ સપ્તાહના આ કાર્યક્રમમાં બે સપ્તાહ ભાષા અને સંસ્કૃતિને સમજવાનો કોર્સ હોય છે.
બીજા બે સપ્તાહમાં સ્થાનિક શિક્ષણ પદ્ધતિ અંગે શૈક્ષણિક વાતાવરણ અને ભારતીય પારિવારિક જીવનનો અભ્યાસ કરવાનો હોય છે. અંતિમ બે સપ્તાહમાં વૈશ્વિક કંપનીના મહેમાન બનવાનું હોય છે. જે દરમિયાન વૈશ્વીકરણની અસર જાણવાની હોય છે અને ઊભરી રહેલા અર્થશાસ્ત્ર પોતાનું યોગદાન કેવી રીતે આપવું તે સમજવાનું હોય છે.