-ચેનલ પર બીજેપીના નેતાઓના ભાષણો મુકવામાં આવશે
-અટલ બિહારી વાજપાઈના જૂના ભાષણો પણ ચેનલ પર મુકાશે
-ચર્ચા-વિચારણા કરવા માટે એક સ્ટુડિયો પણ બનાવવામાં આવ્યો
ટેક્નો-સેવી યુવાઓનું ધ્યાન ખેંચવા માટે ભારતીય જનતા પક્ષે પોતાની ઈન્ટરનેટ ટીવી ચેનલ ‘યુવા’ લોન્ચ કરી છે. જેના પર પક્ષના નેતાઓના ભાષણો, રેલીઓ વગેરેનું પ્રસારણ કરવામાં આવશે.
ભાજપના પ્રમુખ નીતિન ગડકરીએ નવી દિલ્હી ખાતે ચેનલની વેબસાઈટ લોન્ચ કરતા કહ્યું હતું કે, ‘ચેનલ લોન્ચ કરવા પાછળનો મુખ્ય ઉદેશ જનસ મૂહના શિક્ષણનો હતો.’
ગડકરીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, ‘અમે ચેનલ દ્વારા અમારા નેતાઓના અભિપ્રાયોનો ફેલાવો કરવાનો પ્રયાસ કરીશું. એટલું જ નહીં દેશ માટે સારુ કાર્ય કરી રહેલા અન્ય લોકોના વિચારોનો પણ અમે ચેનલ દ્વારા ફેલાવો કરીશું. અમને આશા છે કે મોટી સંખ્યામાં લોકો અમારા નેતાઓના અભિપ્રાયો તેમજ મત જાણવા ચેનલનો ઉપયોગ કરશે.’
‘ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈના પ્રેરણાત્મક ભાષણો પણ ચેનલ પર ઓનલાઈન કરવામાં આવશે,’ તેમ ગડકરીએ વધુમાં જણાવ્યું હતું. આ ઉપરાંત ચર્ચા વિચારણા કરવા માટે એક નાનો સ્ટુડિયો પણ બનાવવામાં આવ્યો છે.