દોસ્તી હે તો જિંદગી હે ! સાથી મેના માટે લગાવી જીવની બાજી
Bhaskar News, Chatra
| Mar 17, 2012, 11:52AM IST

-વીજળીના થાંભલા પર લટકતા દોરામાં ફસાઈ મેના
ઝારખંડના ચતરા જીલ્લામાં એક મેના વીજળીના થાભલા પર લટકી રહેલા દોરામાં ફસાઈ હતી. આ જોઈ તેની સાથીદાર મેના પરેશાન થઈ ગઈ. તેણે પોતાના સાથીદારને છોડીને ભાગી છૂટવાને બદલે તેને દોરાથી મુક્ત કરાવવા પ્રયત્નો કર્યા. જેના કારણે તે પણ દોરામાં ફસાઈ ગઈ. છતાં તે દોરામાંથી પગ છોડાવવા પ્રયત્ન કરતી રહી.
દરમિયાન લોકોની નજર તેમના પર પડતા આઝાદ કરાવ્યા હતા. દોરાના બંધમાંથી મુક્ત થતાં જ તેઓ ઉન્મુક્ત ગગનમાં વિહરવા લાગ્યા.







