સુપ્રીમ કોર્ટ દ્વારા સેનાના વડા જનરલ વી. કે. સિંહની અરજીને કાઢી નાખવામાં આવી હતી. જેના પગલે દેશના સંરક્ષણ વિભાગે તેમના અનુગામીની શોધ આરંભી દીધી છે. કારણ કે, સુપ્રીમ કોર્ટ દ્વારા તા. 10 મે 1950ને જનરલની જન્મ તારીખ સ્વીકારવામાં આવતા, તેમનો કાર્યકાળ મે મહિનામાં પૂરો થઈ જશે.
-સુપ્રીમ કોર્ટમાં પરાજયનો સામનો કરનારા જનરલ સિંહે રાજીનામું આપી દેવું જોઈએ
-સુપ્રીમ કોર્ટ દ્વારા તા. 10 મે 1950ને જનરલની જન્મ તારીખ સ્વીકારવામાં આવી
-મે મહિનામાં પૂરો થઈ જશે
સૂત્રોએ ભાસ્કર જૂથના અખબાર DNAને જણાવ્યું હતું કે, આગામી શુક્રવારે કેન્દ્ર સરકારની સુરક્ષા અંગેની કેબિનેટ કમિટિની બેઠક મળનારી છે. જેમાં જનરલ સિંહના અનુગામીના નામ પર ચર્ચા કરવામાં આવે તેવી વકી છે. તા. 31મી મેના દિવસે જનરલ સિંહ રિટાયર થશે. ત્યારે પરંપરા પ્રમાણે નિવૃત્તિના બે મહિના અગાઉ જ આગામી જનરલના નામની જાહેરાત કરવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ ઈસ્ટર્ન આર્મીના વડા લેફ. જનરલ બિક્રમ સિંહ તા. પહેલી જૂનથી પદ ગ્રહણ કરી શકે છે. જો વર્તમાન સેનાધ્યક્ષ રાજીનામું ધરી દે તો વેસ્ટર્ન આર્મી કમાન્ડર લેફ. જનરલ શંકર ઘોષ લાયક ઉમેદવાર બને છે અને તેમને પદ સોંપી શકાય છે. સેનાના વર્તુળોમાં એવી હવા છે કે, સુપ્રીમ કોર્ટમાં પરાજયનો સામનો કરનારા જનરલ સિંહે રાજીનામું આપી દેવું જોઈએ. બીજી બાજુ, સંરક્ષણ વિભાગ દ્વારા ઔપચારિક રીતે પ્રતિક્રિયા આપી હતી અને વિવાદ ઉકેલાઈ જવા અંગે ખુશી વ્યક્ત કરી હતી.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.