રિપ્લીઝ દ્વારા બિલિવ ઈટ ઓર નોટ દ્વારા ચાલુ વર્ષની અગ્યાર સ્ટોરીઝ પસંદ કરવામાં આવી છે. જે અજબનાક કે આશ્ચર્યજનક સ્ટોરીઝમાં તેનો સમાવેશ થાય છે. આ યાદીમાં એક ભારતીયની કહાણી પ્રથમ ક્રમ પર છે. તેને 39 પત્નીઓ, 94 બાળકો, અને 33 પૌત્ર-પૌત્રીઓ છે.
-એક ભારતીયની કહાણી આ વર્ષની સૌથી આશ્ચર્યજનક સમાચાર
-રિપ્લીઝ દ્વારા બિલિવ ઈટ ઓર નોટ દ્વારા આપવામાં આવ્યા અગ્યાર સમાચાર
રિપ્લિઝ બિલિવ ઈટ આર નાટને અજબ, અદ્દભૂત અને અસામાન્ય ચીજો માટે નિષ્ણાત માનવામાં આવે છે. તેના તરફથી આ વર્ષની સર્વોચ્ચ કહાણી જીઓના ચાનાની છે. જે બાંગ્લાદેશ અને બર્માની સરહદ પર મિઝોરમના પર્વતીય વિસ્તારમાં રહે છે. ચાર માળની ઈમારતમાં સો કક્ષવાળા બિલ્ડિંગમાં રહે છે.
ધ ટેલિગ્રાફ દ્વારા ચાનાને ટાંકતા કહેવામાં આવ્યું છે કે, મેં એક વખત વર્ષમાં કુલ દસ વખત લગ્ન કર્યા હતા. સમાચાર પત્રના જણાવ્યા પ્રમાણે, પહેલી પત્નીને મળ્યો ત્યારે તે 17 વર્ષનો હતો. અન્ય અજબનાક કહાણીઓમાં અંગોનું પ્રત્યાર્પણ, સિત્તેર હજાર ડોલરમાં ભાડા પર મેળવે લિચેંસ્ટીન, અંધ શ્વાનને ગાઈડ તરીકે મળ્યો શ્વાન, 29 શબ સાથે કબ્રસ્તાનનો સંગ્રાહક પકડાયો વગેરે કહાણીઓનો પણ સમાવેશ થાય છે.
તમારો મત
તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.