હાલ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં રેલવેપ્રધાન વ્યસ્ત છે. ત્યારે એવું માનવામાં આવતું હતું કે, હવે તેમની હાથ નીચેના રાજ્યકક્ષાના રેલવેપ્રધાનોને કાંઈક કામ મળશે. પરંતુ, આમ થયું નથી અને રાજ્યકક્ષાના રેલવેપ્રધાન ભરતસિંહ સોલંકી પાસે ઉદ્ઘાટન કાર્યક્રમોમાં ભાગ લેવા સિવાય ખાસ કોઈ કામ આવતું નથી.
-'રીબન કાપવા' સિવાય ભરતસિંહ સોલંકી પાસે ખાસ કામ નહીં!!
-ગુજરાતના સાંસદ છે રાજ્યકક્ષાના રેલવેપ્રધાન
-ફાઈલો તેમને રૂટ પણ નથી થતી
મળતી માહિતી પ્રમાણે, પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન રેલવેપ્રધાન મમતા બેનરજી રાજ્ય કક્ષાના રેલવેપ્રધાન ભરતસિંહ સોલંકી અને કે. એચ. મુનિયપ્પાને વધુ જવાબદારી સોંપશે. પંરતુ, આવું થયું ન હતું. કેટલાંક ઔપચારિક કાર્યક્રમોમાં ભાગ લેવા સિવાય તેમને કોઈ કામ આપવામાં આવ્યું નથી. એટલું જ નહીં, રેલવે બોર્ડમાં પણ તેમના દ્વારા નિર્દેશિત કામને કાને ધરવા તૈયાર નથી.
મુનિયપ્પા અને સોલંકીએ કોંગ્રેસના કોટાના પ્રધાન છે. આથી તેમની પાસે કોંગ્રેસના મુખ્યાલય અને કોંગ્રેસના નેતાઓ દ્વારા સોંપવામાં આવેલાં કામ મળતા રહે છે. પરંતુ, રાજ્યકક્ષાના બંને પ્રધાનોની ફરિયાદ છે કે, બાકીના કામો તો ઠીક, વહેંચણી વખતે જે કામ તેમને સોંપવામાં આવ્યાં હતા, તે ફાઈલો પણ તેમને રૂટ નથી થતી.
આ સ્થિતિ માત્ર રાજ્યકક્ષાના રેલવેપ્રધાનોની નથી. માર્ગ અને પરિવહન ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન જિતિન પ્રસાદની સ્થિત પણ આવી જ છે. પૂર્વ પેટ્રોલિયમ પ્રધાન મુરલી દેવડાના સહાયક હતા ત્યારે જેવું હતું તે હવે, માર્ગ અને પરિવહન પ્રધાન સી. પી. જોશીની સાથે નથી રહ્યું.
તમારો મત
શું તમને લાગે છે કે, માત્ર ટેકો મેળવવા અથવા તો પક્ષનું પ્રભુત્વ દર્શાવવા માટે પક્ષમાંથી કોઈને પ્રધાન બનાવવા યોગ્ય છે ? કારણ કે, પ્રધાનોના ભથ્થા અને બીજા આનુષંગિક ખર્ચાઓ છેવટે પ્રજાના પૈસાથી જ ચૂકવાતા હોય છે. તમારો મત નીચે આપવામાં આવેલાં ફીડબેક ફોર્મ દ્વારા જણાવો.