Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> In Depth
 

ચીને મનમોહન સિંહના નિવેદનને હલ્કામાં લીધું

 
Source: Divyabhaskar.com, New Delhi   |   Last Updated 4:16 PM [IST](08/09/2010)
 
 
 
 
 

ચીને દક્ષિણ એશિયામાં પોતાનું વર્ચસ્વ વધારવાને સંપૂર્ણપણે યોગ્ય ઠેરવ્યું છે. તેનું કહેવું છે કે તે એશિયાનું મહત્વનું સભ્ય છે અને એશિયામાં શાંતિ અને સ્થિરતા કાયમ રાખવાની જવાબદારી તેની છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા જિયાંગ યૂએ વડાપ્રધાન મનમોહન સિંહના એ નિવેદનને ઓછું મહત્વ આપ્યું છે કે જેમાં કહેવામાં આવ્યું હતું કે બીજિંગ દક્ષિણ એશિયામાં વર્ચસ્વ હાસિલ કરવા માટે કામ કરી રહ્યું છે.

ડ્રેગનની કરતૂત

તાજેતરમાં ચીનની આવી ઘણી ગતિવિધિઓનો ખુલાસો થયો છે. જેને ભારતના સંદર્ભે યોગ્ય માની શકાય નહીં અને ભારત-ચીન તણાવને તે વધારી શકે છે. ચીને પહેલી વાર મ્યાનમારમાં પોતાના બે જંગી જહાજો તેનાત કર્યા છે. ગુલામ કાશ્મીરમાં તે લગભગ અડધો ડઝન પરિયોજનાઓમાં કામ કરી રહ્યું છે. અમેરીકાના મીડિયા રિપોર્ટ પ્રમ3ણે, ગુલામ કાશ્મીરના ગિલગિટ અને બાલટિસ્તાનમાં ચીને પોતાના 11 હજાર સૈનિકોને તેનાત કર્યા છે.

ચીને કાશ્મીરના વિવાદીત ક્ષેત્ર ગણાવીને ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ બી.એસ. જસવાલને વીઝા આપવાનો ઈન્કાર કર્યો હતો. તેણે કાશ્મીરીઓને સ્ટેપલ વીઝા આપવાની નીતિ ચાલુ રાખવાની ઘોષણા પણ કરી છે. પ્રશાંત મહાસાગરમાં 20 હજાર કિલોમીટરની રેન્જમાં યુદ્ધ જહાજ પર વાર કરી શકનારી મિસાઈલ તૈયાર કરવા સંદર્ભેની તેની યોજના જગજાહેર છે.

નેપાળમાં માઓવાદીઓને સાંસદોની ખરીદી માટે નાણાં આપીને પોતાની તરફેણ કરતી સરકાર બનાવાની તેની ચાલ પણ સામે આવી ચુકી છે. નેપાળ સરકારે તેની તપાસના આદેશ આપ્યા છે. આમ તો ચીનની આવી કોશિશોની ખબરો વચ્ચે મંગળવારે સાતમા તબક્કાની ચૂંટણીમાં પણ વડાપ્રધાન પદની ચૂંટણીમાં માઓવાદીઓને હાર જ સાંપડી છે.

મનમોહનની વાતને ફગાવી

આ ભારત વિરોધી ગતિવિધિઓની ખબરોને ધ્યાનમાં રાખીને સોમવારે ભારતીય સંપાદકો સાથે મનમોહન સિંહે ચીન સાથે સંબંધિત એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ચીન કોઈને કોઈ રીતે દક્ષિણ એશિયામાં પ્રભુત્વ બનાવા માગે છે. જેના સંદર્ભે ભારતે સતર્ક રહેવાની જરૂરિયાત છે. મંગળવારે બીજિંગમાં નિયમિત પ્રેસ બ્રિફિંગમાં પત્રકારોએ મનમોહનના નિવેદન પર ચીનની પ્રતિક્રિયા સંદર્ભે પુછ્યું હતું. યૂએ કહ્યું હતું કે ચીન, દક્ષિણ એશિયામાં પ્રભુત્વ બનાવા માટે કામ કરી રહ્યું નથી, પરંતુ ભારત સાથે મળીને શાંતિપૂર્ણ રીતે દક્ષિણ એશિયામાં શાંતિ, સ્થિરતા અને વિકાસ લાવવા માગે છે. પરંતુ ઉલ્લેખનીય છે કે તેની હરકતો આવી નથી કે જેનાથી શાંતિ આવી શકે.

અમેરીકા સાથે સારા સંબંધોની તરફેણ

અમેરિકા સાથે દરેક સ્તરે સારા સંબંધોની તરફેણ કરીને તેને મહત્વના ગણાવ્યા છે. હાલ ઓબામા વહીવટી તંત્રના બે વરિષ્ઠ અધિકારીઓ ચીનની યાત્રાએ છે. યૂએ કહ્યું હતું કે અમેરીકાના રાષ્ટ્રીય આર્થિક સલાહકાર અને સહાયક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની 5-8 સપ્ટેમ્બરની યાત્રાનો ચીન-અમેરીકા સંબંધો પર સકારાત્મક પ્રભાવ પડશે.





 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 2


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.