૧૦ વર્ષનો અજમત હુસેન અભ્યાસથી વંચિત રહ્યો છે. ઘરમાં પિતા જાફરને કીબોર્ડ પર પ્રેક્ટિસ કરતા જોઈને ચાર વર્ષની ઉંમરથી ગાવાનો ચસ્કો લાગ્યો. ભજન અને ગઝલથી શરૂઆત.
ગયા મહિને ઝી ટીવીના શો સારેગામાપા લિટલ ચેમ્પનો ખિતાબ જીતી ગયો. ઓર્કેસ્ટ્રામાં કીબોર્ડ પ્લેયર જાફર કહે છે, રિયાઝ વખતે અજમત પણ પાસે બેસતો હતો. પોતે જ્યારે કોઈ ગીત ગાતા ત્યારે અજમત ધ્યાનથી સાંભળતો અને એ રીતે શીખી ગયો.
ના કોઈ ઔપચારિક તાલીમ, ના સ્કૂલ. અજમતના નાના સાથીદાર અમીરુદ્દીને જણાવ્યું કે અજમતને ક્રિકેટ પસંદ છે. તે હંમેશા પહેલાં બેટિંગ કરવાની જીદ કરે છે. ઘણીવાત તો તે એવું પણ કહે છે કે મને પહેલા રમવા દેશો તો ગાયન ગાઈ સંભળાવીશ. પરંતુ પછી સંભળાવતો નથી.
બોધ : જો શોખ હોય તો કુશળ લોકોની સાથે રહેવા લાગો.સલાહનું ચુસ્ત રીતે પાલન કરો