Advertisement
Home >> National News >> Recent Controversies >> Banner Against Saif Amir In New Delhi

ભાજપના મુખ્યાલય બહાર પોસ્ટર, 'આમિર-સૈફથી બચો'

Agency, New Delhi | Jul 10, 2012, 08:53AM IST
 
 


 -હિન્દુ યુવતિઓને ફસાવી ધર્માંતરણનો આરોપ -'એન્ટી જેહાદ લવ ફ્રન્ટ'નું કૃત્ય

ભાજપના નવીદિલ્હી ખાતેના પાર્ટી મુખ્યાલયની બહાર લગાવાયેલાં પોસ્ટરનાં કારણે વિવાદ થયો છે. આ પોસ્ટરમાં 'લવ જેહાદ' સામે લોકોને સાવચેત રહેવાં આહ્વાન કરવામાં આવ્યું છે. આરોપ મુકવામાં આવ્યો છે કે, 'લવ જેહાદ' મુસ્લિમ યુવાનોનું કથિત મિશન છે. જેમાં આરોપ મુકવામાં આવે છે કે, તેઓ બિન-મુસ્લિમ છોકરીઓને પ્રેમ જાળમાં ફસાવે છે અને ઈસ્લામમાં ધર્માંતરિત કરે છે.

ભાજપના મુખ્યાલયની બહાર લગાવવામાં આવેલાં પોસ્ટરમાં હિન્દુઓને અપીલ કરવામાં આવી છે કે, તેઓ આ પ્રકારની ઘટનાઓ અંગે માહિતી આપે. બાતમી આપવાં માટે ફોન નંબર અને ઈમેલ આઈડી પણ આપવામાં આવ્યાં છે. જો કે, આ પોસ્ટર અંગે ભાજપના કાર્યકરોમાં ચર્ચા થવાં લાગતાં તેને હટાવી દેવામાં આવ્યું હતું.

પોસ્ટરમાં ફિલ્મ સ્ટાર આમિર ખાન અને સૈફ અલી ખાનના ઉદાહરણ આપવામાં આવ્યા છે. (સૈફની પ્રથમ પત્ની અમૃતા શીખ હતી. જ્યારે બીજી પત્ની કરીના હિન્દુ છે. આમિર ખાનની બંને પત્નીઓ હિંદુ છે.) આ પોસ્ટર 'ભગતસિંહ ક્રાંતિ સેના' દ્વારા લગાવવામાં આવ્યું હતું. આ સંગઠને ટીમ અણ્ણાના વરિષ્ઠ સભ્ય પ્રશાંત ભૂષણને તેમની જ કચેરીમાં ફટકાર્યાં હતાં. ત્યારે આ દળ ચર્ચામાં આવ્યું હતું. જો કે, પોસ્ટરમાં 'એન્ટી જેહાદ લવ ફ્રન્ટ'ના નામથી અપીલ કરવામાં આવી છે.

તમારો મત

સંબંધિત સમાચાર તમારા સ્ક્રીનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં વાંચી શકો છો. સમાચાર અંગે તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવી ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.


 
 
 

Your Opinion
 
 
Code:
6 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment