વિમાન કંપનીઓ પાસે બેંકોનું ૪૦,૬૨૧ કરોડ રૂપિયાનું લેણું
Agency, New Delhi | Aug 09, 2012, 02:15AM IST
એરલાઇન્સ કંપનીઓ પાસેથી જુન,૨૦૧૨ સુધીમાં બેંકોએ રૂપિયા ૪૦,૬૨૧ કરોડ લેવાના બાકી હતા. એરલાઇન્સ કંપનીઓને લોન આપનાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) દેશની સૌથી મોટી બેંક છે. એસબીઆઇની રૂપિયા ૫,૧૨૦.૭૪ કરોડની લોન એરલાઇન્સ કંપનીઓ પાસેથી લેવાની બાકી છે.
૨૦૦૯-૧૦થી ૨૦૧૨ની ૩૦મી જુન સુધીમાં દેશની વિભિન્ન બેંકોએ એરલાઇન્સ કંપનીઓને રૂપિયા ૪૭,૦૫૬ કરોડ આપ્યા હતા. બેંકોએ એરલાઇન્સ કંપનીઓ પાસેથી ૨૦૧૨ના જુન મહિના સુધીમાં કુલ રૂપિયા ૪૦,૬૨૧ કરોડ લેવાના બાકી હોવાનું નાણાપ્રધાન પી. ચિદમ્બરમે લોકસભામાં આપેલા એક લેખિત જવાબમાં જણાવ્યું છે. ચિદમ્બરમે નાણાકીય વર્ષ ૨૦૦૯-૧૦, ૨૦૧૦-૧૧, ૨૦૧૧-૧૨ અને ૨૦૧૨-૧૩ (૩૦મી જુન સુધી)માં અગ્રણી બેંકો દ્વારા એરલાઇન કંપનીઓને આપવામાં આવેલી લોનની વિગતો આપી છે.
- જુન ૨૦૧૨માં એરલાઇન્સ કંપનીઓ પર કઈ બેંકની કેટલી લોન બાકી
બેંક લોનની રકમ (કરોડ રૂ.માં)
એસબીઆઈ ૫,૧૨૦.૭૪
પીએનબી ૪,૦૧૦
બેંક ઓફ ઇન્ડિયા ૪,૬૧૪
બેંક ઓફ બરોડા ૪,૧૩૩
કેનરા બેંક ૨,૩૨૭
આઈડીબીઆઈ ૨,૫૫૦
ખાનગી બેંકો
યશ બેંક ૭૭૦
એચડીએફસી ૨૩






