- વન્ય કર્મચારીઓ વાઘનું સ્થળાંતર કરી રહ્યા હતા ત્યારે જ મૃત્યુ નિપજ્યું
દુનિયાના સૌથી પ્રસિદ્ધ વાઘમાં જેની ગણતરી થાય છે તે બી-2 હવે દુનિયામાં નથી રહ્યો. રવિવારે પાર્કના કર્મચારીઓ દ્વારા કરાતા સ્થળાંતર દરમિયાન તેનું મોત થયું હતું. આ એ જ વાઘ હતો જેણે માત્ર બાંધવગઢને જ નહીં પરંતુ સમગ્ર મધ્યપ્રદેશને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી હતી. આ વાઘ પર ઘણી ફિલ્મો બની ચૂકી છે.
14 વર્ષ 7 મહિનાનો બી-2 વાઘનો મુખ્ય વિસ્તાર બાંધવગઢના કિલ્લાના નીચે જ રહેતો હતો પરંતુ ત્યાં નવા વાઘ આવી જતાં તે પોતાનો વિસ્તાર બદલતો રહેતો હતો. પાર્કના કર્મચારીઓ ઘુનઘુટી વન ક્ષેત્રમાં તેને લઇ જઇ રહ્યા હતા જે દરમિયાન તેને બેભાન કરવા માટે ગનથી દવા અપાઇ હતી. બેભાન અવસ્થામાં તેનું સ્થળાંતર કરાતી વખતે જ તેનું મૃત્યુ નિપજ્યું હતું.